1. Home
  2. Political
  3. વાડ્રા-ચિદમ્બરમની કોઈપણ તપાસ કરાવી લો, પરંતુ રફાલ પર પીએમ મોદી જવાબ આપો: રાહુલ ગાંધી
વાડ્રા-ચિદમ્બરમની કોઈપણ તપાસ કરાવી લો, પરંતુ રફાલ પર પીએમ મોદી જવાબ આપો: રાહુલ ગાંધી

વાડ્રા-ચિદમ્બરમની કોઈપણ તપાસ કરાવી લો, પરંતુ રફાલ પર પીએમ મોદી જવાબ આપો: રાહુલ ગાંધી

0

રફાલ ડીલને લઈને દેશમાં ચાલી રહેલો વિવાદ થંભતો દેખાઈ રહ્યો નથી. અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે ફ્રાંસની સરકાર સાતે રફાલ ડીલને લઈને સંરક્ષણ મંત્રાલય તરફથી કરવામાં આવતી ડીલ દરમિયાન પીએમઓના હસ્તક્ષેપનો ફાયદો ફ્રાંસને મળ્યો હતો. પીએમઓની આવી દખલનો સંરક્ષણ મંત્રાલયે પણ વિરોધ કર્યો હતો. આ મીડિયા રિપોર્ટના આધારે કોંગ્રેસે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે અને કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ સીધો હસ્તક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ પર નવા ખુલાસા બાદ ફરીથી મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ હતુ કે સંરક્ષણ મંત્રાલયે આ સોદાનો વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ સીધો ડીલમાં હસ્તક્ષેપ કરીને ભારતીય વાયુસેનાને ત્રીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું. પીએમએ ચોરીના નાણાં અનિલ અંબાણીને આપ્યા. તેમમે એચએએલના સ્થાને અનિલ અંબાણીની કંપનીને ડીલ અપાવી હતી.

તેમણે કહ્યુ છે કે એ સાબિત થઈ ગયું છે કે ચોકીદાર ચોર છે. ડીલ પર વડાપ્રધાન મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ખોટું બોલ્યા હતા. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પણ સરકાર સરકાર ખોટું બોલી હોવાનો આરોપ લગાવ્યો છે. આ સંરક્ષણ મંત્રાલય અને કોર્પોરેટ વચ્ચેની લડાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

તાજેતરમાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ગોવામાં હાલના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર સાથે મુલાકાત દરમિયાન રફાલ ડીલ પર વાતચીત બાબતે પુછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે તેઓ પર્રિકરને મળ્યા હતા, પરંતુ રફાલ પર તેમની કોઈ વાતચીત થઈ નથી.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર ગત બે દિવસમાં મની લોન્ડ્રિંગ પર ઈડીના અધિકારીઓની પૂછપરછ અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યુ છે કે જેટલી ઈચ્છા હોય, તેટલી તપાસ કરાવી લો. કોઈ વાંધો નથી. પરંતુ વડાપ્રધાન મોદીને રફાલ મામલા પર કંઈક બોલવું જોઈએ.

LEAVE YOUR COMMENT