in ,

અમદાવાદમાં વાતાવરણમાં પલટોઃ પાંચ દિવસ વરસાદની આગાહી

  • શહેરના વિવિધ વિસ્તારમાં વરસ્યો વરસાદ
  • વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં આજ સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાયાં હતા. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની શક્યતા છે. મધ્યની સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Taming the Dragon: India’s ‘digital strike’ against China, bans 59 Chinese apps

Minorities: 20 US Senators request Trump help Afghan Sikhs, Hindus