in ,

અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાની શકયતાને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયુ રહ્યું છે. તેમજ અમદાવાદ શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યાં હતા.

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લાના 23 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અમુક સ્થળો પર ભારે પવન સાથે વૃક્ષો પડી જવાની પણ ઘટના બની છે. છ જિલ્લામાં વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. બુધવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 28 મિલીમીટર વરસાદ પડ્યો છે. બુધવારે સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.

બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ વાદળછાંયુ વાતાવરણ બની રહ્યું છે. ‘વાયુ’ના જોખમ વચ્ચે ગુજરાતમાં હાલ એનડીઆરએફની 35 ટીમ ખડેપગે છે. અમદાવાદમાં પણ વાયુ વાવાઝોડાને પગલે ભટીંડાથી NDRFની ટીમો અમદાવાદ આવી પહોંચી છે. ભટીંડાથી NDRFના 35 સભ્યોની 5 ટીમો અમદાવાદ પહોંચી ગઇ છે. 3 ટીમ રાજકોટ, 1 દ્વારકા અને 1 ભાવનગર ખાતે પહોંચશે. પુરના સમયે લોકોને બચાવવા માટે નો તમામ સામાન સાથે લાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુની અસરઃ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

વાયુ વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 408 ગામોમાં સ્થળાંતરની કામગીરી