in ,

CM રૂપાણીએ સ્થળાંતરમાં સહકાર આપવા પ્રજાને કરી અપીલ

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ વાવાઝોડાની ગતિથી તંત્ર ચિંતામાં મુકાયું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારના લોકોના સ્થળાંતરની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાથી જે વિસ્તારમાં અસર થવાની છે તેની જનતાને સ્થળાંતરમાં સહકાર આપીને સ્થળાંતર કરવા માટે અપીલ કરી છે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે હાથ જોડીને વિનંતી કરી હતી કે, વહીવટી તંત્ર દ્વારા થતા સ્થળાંતર માટે જે નિર્ણય લેવામાં આવે તેનો લોકો અમલ કરે. તેમજ સ્થળાંતરની કામગીરીમાં સહકાર આપે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી. તેના બાદ અસરગ્રસ્ત એવા 10 જિલ્લાના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, એક દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે. વાવાઝોડાની ઝડપ સામે સ્થળાંતર કરવાની ઝડપની ચેલેન્જ છે. એ વહેલા થાય તેવુ અમે ધ્યાન રાખી રહ્યાં છે.

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કે, એક દિવસ ઘર છોડવું પડે તો કંઈ નહિ ગુમાવો. વાવાઝોડુ મધરાતે ત્રાટકવાનું છે. વીજળી પણ ગુલ થાય તેવી શક્યતા છે. આવા સમયે અંધારામાં ફાંફા ન મારવા પડે, તેથી ગંભીરતા લઈને 10 જિલ્લાના નાગરિકોનો વિનંતી કરું છું કે, સ્થળાંતરમાં સાથ આપો. વાવાઝોડાની તીવ્રતા વધતા દરિયાના મોજા ઉંચા ઉછળશે. તેથી દરિયા કાંઠાના ગામમાં પાણી ભરાશે. વરસાદનુ પણ પાણી ભરાશે. એક પણ વ્યક્તિની જાનહાનિ ન થાય એ જ આપણી સફળતા બનશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, વાયુ વાવાઝોડું વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે. પહેલા આ વાવાઝોડુ વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનું હતું, પણ હવે વાયુએ પોતાની દિશા બદલી છે, અને હવે આ વાવાઝોડું પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. વેરાવળની પશ્વિમ ભાગે વાવાઝોડું હીટ થશે. પરંતુ વાવાઝોડીની તીવ્રતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 155-160 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. તો પવનની ગતિ 170 કિલોમીટરની સ્પીડ પર પણ જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે આ છે ચાર મહત્વના દાવેદાર

માઈનિંગ ગોટાળો: સીબીઆઈએ ગાયત્રી પ્રજાપતિના મકાન સહીત 22 ઠેકાણાઓ પર પાડયા દરોડા