revoinews

ઉનાળાની ‘લૂ’ થી બચાવે છે કાચી કેરીનું ઠંડુ શરબત – જાણો આ ડ્રિન્ક બનાવવાની સરળ રીત

સાહિન મુલતાની-

સામગ્રી-

  • 2 નંગ કાચી કેરી (કોઈ પણ લઈ શકો, ખાસ કરીવે ખાટ્ટી લેવી),
  • જરુર પ્રમાણે –  ખાંડ,
  • 2 ગ્લાસ પાણી
  • સ્વાદ પ્રમાણે – જીરુ મીઠું

કાચી કેરીનું શરબત બનાવવા માટેની રીત – સૌ પ્રથમ કેરીની છીણી લો, આ છીણમાં જરુર પ્રમાણે ખાંડ અને  બે ગ્લાસ ઠંડુ પાણી નાખીને 5 થી 10 મિનિટ રહેવા દો ,ત્યાર બાદ બરાબર  આ મિશ્રણને ચમચા વડે ફેરવતા રહો જેથી કરીને કેરીનો સ્વાદ પાણીમાં બરાબર બળી જાય, હવે આ શરબતને એક ગરણી વડે ગાળીલો, હવે તેમાં દરેલું જીરુ અને મીઠૂં એડ કરીલો ,બરફના ટૂકડા નાખીને આ શરબત ઠંડૂ પણ બનાવી શકો છો, તૈયાર છે ઉનાળાનું સૌથી સરળ સહેલું બનતું ડ્રિન્ક, જે તમને એનર્જીની સાથે સાથે ગરમીમાં પડતી લૂ થી પણ રક્ષણ આપે છે.

આ સાથે જ જો તમને ઠંડુ પીવાથી શરદીની તકલીફ હોય તો તમે કેરીના છઈણની સાથે-સાથે ફૂગીનાની પેસ્ટ વાટીને શરબતમાં એડ કરી શકો છે, જેથી કેરી અને ફૂદીનાના ફ્લેવરનું શરબત બનશે અને શરદી થવાની શક્યતાઓ ધટશે.

કાચી કેરી ઉનાળામાં ખૂબ આવતી હોય છે. જે દરેકના ઘરમાંમ જોવા મળે છે, ત્યારે આ કાચી કેરીમાંથી ઉનાળાનું સ્પેશિયલ ડ્રિન્ક બનાવી શકાય છે ,કાચી કેરીનું શરબત, જે પીવાથી આપણા શરીરમાં એનર્જી બની રહે છે, અને જ્યારે ગરમી પડતી હોય અથવા ગરમીમાં જવાનું હોય ત્યારે એક ગ્લાસ આ શરબત પીવાથી શરીરમાં ઠંડક રહે છે

 

Related posts
Regionalrevoinewsગુજરાતી

સરકાર મેડિકલ સુવિધા આપે તો કોંગ્રેસના કાર્યાલયોને કોવિડમાં ફેરવવા તૈયાર છીએઃ ચાવડા

અમદાવાદ :   રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ કહી છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇને…
revoinews

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોવિડ કેસ સેન્ટર શરૂ કરાશે

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં…
revoinews

ભીલડી અને જોધપુર વચ્ચે શનિવારથી દોડશે ડેમુ સ્પેશિયલ

અમદાવાદઃ પશ્વિમ  રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર…

Leave a Reply