1. Home
  2. revoinews
  3. અફઘાનિસ્તાનમાં એરફોર્સના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર – 15 લોકોએ ગુમાવ્યા જીવ
અફઘાનિસ્તાનમાં એરફોર્સના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર – 15 લોકોએ ગુમાવ્યા જીવ

અફઘાનિસ્તાનમાં એરફોર્સના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર – 15 લોકોએ ગુમાવ્યા જીવ

0
  • અફઘાનિસ્તાનમાં સર્જાઈ દુર્ઘટના
  • એરફોર્સના બે હેલિકોપ્ટરો અથડાયા
  • આ ઘટનામાં 15 લોકોએ ગુમાવ્યા જીવ
  • મંગળવારે મોડી રાત્રે સર્જાયો આ અકસ્માત

અફઘાનિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, અહીની મીડિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારની રાતે દક્ષિણી હેલમંદના નવા જીલ્લામાં અફઘાન વાયુસેનાના બે હેલિકોપ્ટરો વચ્ચે ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની જાણ થઈ છે.

આ અંગે ટોલો ન્યૂઝમાં રિપોર્ટ થયેલી માહિતીના આઘારે જો વાત કરીએ તો,  હેલિકોપ્ટરના માધ્યમથી કમાન્ડરોને સુરક્ષિત જગ્યાઓ પર ઉતારવામાં આવી રહ્યા છે,  સાથે જ ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે, બે હેલિકોપ્ટરો વચ્ચે જોરદાર ટક્કર થતા આ ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાયલ તરફથી આ અકસ્માતને લઈને હજુ કોઈ પણ પ્રકારની ટિપ્પણી  કરવામાં આવી નથી, આ સાથે પ્રાંત ગવર્નર પ્રવક્તા ઓમર ઝવાક નવા જીલામાં અકસ્માત અંગે પુષ્ટી કરી રહ્યા છે ,જો કે હજુ આ અંગે કોઈ માહિતી જારી કરવામાં આવી નથી.

સાહીન-

LEAVE YOUR COMMENT