1. Home
  2. ગુજરાતી
  3. ચીનની N95 માસ્ક વેચનારી કંપની સામે ફરીયાદ – અમેરીકાને નકલી માસ્ક વેચ્યા
ચીનની N95 માસ્ક વેચનારી કંપની સામે ફરીયાદ – અમેરીકાને નકલી માસ્ક વેચ્યા

ચીનની N95 માસ્ક વેચનારી કંપની સામે ફરીયાદ – અમેરીકાને નકલી માસ્ક વેચ્યા

0
  • ચીનની કંપની સામે અમેરીકાએ કરી ફરીયાદ
  • ચીનની કંપનીે અમેરીકાને નકલી માસ્નું કર્યું વેંચાણ
  • N95 માસ્ક વેચનારી કંપની સામે ફરીયાદ દાખલ

સમગ્ર વિશ્વામાં હાલ કોરોના નામની મહામારી ચાલી રહી છે ,ચીનના વૂહાનથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે,જ્યા એક તરફ બીજી તરફ ભારત દેશમાં લોકો એકબીજાની મદદે આવ્યા છે તો બીજી તરફ કોરોના મહામારીમાં પણ ચીન હરકતોથી બહાર નથી આવી રહ્યું.

ચીન દેશ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવવામાં આગળ રહ્યો છે,હાલમાં જ ચીનની એક કંપનીએ અમેરિકાને 50 લાખ જેટલા નકલી માસ્કનો વેપાર કર્યો છે, ત્યાર બાદ અમેરિકાનાં ન્યાય વિભાગે નકલી N95 માસ્ક વેચનારી કંપની સામે ફરીયાદ દાખલ કરી છે.ચીનની આ કંપનીએ અમેરીકાને ચૂનો લગાવ્યો છે.

ન્યુયોર્કનાં બ્રુકલિનમાં ફેડરલ અદાલતમાં કરવામાં આવેલી આ ફરીયાદમાં ન્યાય વિભાગ દ્રારા કહેવામાં આવ્યં છે કે ચીનનાં ગ્વાંગડોંગ સ્થિત કિંગ યર પેકેંઝિંગ એન્ડ પ્રિન્ટિંગે કથિત N95 માસ્કનાં ત્રણ બેંચ મોકલ્યા. આ માસ્કની અમેરીકા સ્થિત હોસ્પિટલના ડોક્ટરો અને નર્સને ખુબ જ જરુર હતી જેના કારણે અંદાજે 50 હજાર જેટલા માસ્ક ચીનની કંપની પાસે અમેરીકાએ ખરીદ્યા હતા.

અદાલતમાં થયેલ આ ફરિયાદમાં જણાવાયું છે કે માસ્કનાં આયાતકર્તાએ તેમના માટે 10 લાખ ડોલરથી વધુંની રકમ ચૂકવી હતી, તે સાથે જ તપાસ કરી રહેલા એફબીઆઇનાં એજન્ટએ કહ્યું કે ચીનની કંપનીનાં આ કામથી અમેરિકન નાગરિકોની સુક્ષાને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે,ચીનની કંપની પર મિસ બ્રાન્ડેડ, નકલી આરોગ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટેના આરોપો લગાવાયા છે.

(sahin)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.