in ,

સમાજમાં શિક્ષણ માટે અનોખો સેવાયજ્ઞ

ડીસાઃ બનાસકાંઠાના એક સમાજ સેવકે શિક્ષણ માટે છેલ્લા 14 વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે. તેમજ શિક્ષણમાટે સતત ચિંતિત રહેતા આ સમાજ સેવક લોકોને ઉપયોગી બનવા માટે હંમેશા અગ્રેસર રહ્યાં છે.

બનાસકાંઠા ના સેવાભાવી અમરતભાઈ આલ વર્ષોથી સમાજમાં શિક્ષણનો ફેલાવો વધે તે માટે સતત ચિંતિત રહે છે. એટલું જ નહીં શિક્ષણ સહિત સમાજમાં કોઈ પણ સમસ્યાઓ તેઓ મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. સમાજ શિક્ષણમાં સતત આગળ વધે તે માટે તેઓ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોના સતત સંપર્કમાં રહીને તમામ પ્રકારની મદદ કરે છે. તેઓ છેલ્લા 14 વર્ષથી વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરે છે. એટલું જ નહીં સમાજના દરેક કાર્યક્રમમાં તેઓ અગ્રેસર રહે છે. તેમણે લોકોને મદદ કરવા માટે એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. તેમના આ સેવાયજ્ઞમાં સમાજના લોકો પણ જોડાઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘વાયુ’ વેરાવળના બદલે પોરબંદર તરફ ફંટાયું, સવારને બદલે બપોરે ત્રાટકશે વાવાઝોડું

ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટળ્યું : ઓમાન તરફ ફંટાયું