1. Home
  2. Political
  3. મોદીજી મુબારક, આશા છે કે મિસ્ટર શાહ આગામી વખતે સવાલોના જવાબ આપવાનો આપશે મોકો: રાહુલ ગાંધી
મોદીજી મુબારક, આશા છે કે મિસ્ટર શાહ આગામી વખતે સવાલોના જવાબ આપવાનો આપશે મોકો: રાહુલ ગાંધી

મોદીજી મુબારક, આશા છે કે મિસ્ટર શાહ આગામી વખતે સવાલોના જવાબ આપવાનો આપશે મોકો: રાહુલ ગાંધી

0

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પ્રચારની સમાપ્તિ પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોને જણાવ્યુ કે ભાજપ પણ મીડિયા સાથે વાત કરી રહી છે, તો તેમણે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે વેરી ગુડ, વડાપ્રધાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પરિણામના ચારથી પાંચ દિવસ પહેલા થાય છે. આ વિચિત્ર છે કે વડાપ્રધાન મોદી અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને કેટલાક પત્રકારનો ઘુસવા દેવાયા નથી. બંધ બારણે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે.

રાહુલ ગાંધી કહ્યુ છે કે મારી પ્રેસ કોન્ફરન્સમાં સુધારો થઈ ગયો છે અને તે પણ તમારા કારણે છે. માટે તમને પણ ધન્યવાદ. તેમણે કહ્યુ છે કે હું પણ પીએમ મોદીને સવાલ કરવા ઈચ્છું છું કે તમે રફાલ પર જવાબ કેમ આપ્યો નહીં. હું પુછવા માંગુ છું કે અનિલ અંબાણીને આમ આદમીના નાણાં કેમ આપ્યા. તમે મારી સાથે ડિબેટ કેમ કરી નહીં?

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ છે કે મોદીજીની જે ફિલોસોફી છે, તે હિંસાની છે, ગાંધીજીની નથી. બાકી 23 મેના રોજ જે નિર્ણય કશે તેના આધારે કામ કરીશું. આના પહેલા હું આના સંદર્ભે કંઈ બોલીશ નહીં.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે ચૂંટણી પંચે બાયસ્ડ રીતે કામ કર્યું છે. મોદી જે કંઈ ચાહે છે, બોલી નાખે છે અને તે વાત માટે કોઈ અન્યને ટોકવામાં આવે છે.પક્ષપાત તો જરૂર દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે મને લાગે છે કે આ આખા ચૂંટણીનું શિડ્યુલ મોદીના કેમ્પેનિંગ માટે બનાવવામાં આવ્યું છે. અમારું કામ છે કે જનતાના મુદ્દાઓને ઉઠાવીએ. તેમની પાસે અનલિમિટેડ નાણાં, ટીવી ચેનલ બધું છે અને અમારી પાસે માત્ર સચ્ચાઈ છે.

તેમણે કહ્યુ છે કે આ ચૂંટણી રફાલના ભ્રષ્ટાચાર, રોજગાર, ખેડૂતોની હાલત, ઈકોનોમી, જીએસટી અને નોટબંધી પર થઈ અને આના પર જવાબ જ આપવામાં આવ્યો નથી.મોદી જણાવે છે કે કેરી કેવી રીતે ખવાય, કુર્તો કાપી નાખે છે. તમે અમને દરેક સવાલ પુછો છો કે ન્યાય યોજનાના નાણાં ક્યાંથી આવશે. મોદીને એ પુછવામાં આવ્યું કે બાલોકોટ સંદર્ભે જણાવો અને મોદીજીએ કહ્યુ કે હવામાન ખરાબ છે, રડાર પકડાશે નહીં.

રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીજીના માતાપિતાનો આદર કરું છું અને વડાપ્રધાન પદનો આદર કરું છે અને હું તેમને નપતના બદલામાં પ્રેમ પાછો આપીશ. જો તેમના માતાપિતાએ કંઈ ખોટું પણ કર્યું હશે તેમ છતાં હું તેમના માતાપિતા સંદર્ભે બોલીશ નહીં. પરંતુ તે અમારા સંદર્ભે ગંદુ બોલવા ચાહે છે, તો તે તેમના ઉપર છે. 2014માં લોકસભામાં અમારા નંબર ઓછા હતા. પરંતુ કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા એ ગ્રેડથી નિભાવશે. અમે નરેન્દ્ર મોદીને ઘેરી લીધા અને 2014માં તે જે હતા, તેમના વિચારને ખતમ કરી દીધા. તેમણે કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશું. પરંતુ આજે ક્યાય પણ બોલી નાખો ચોકીદાર તો જવાબ મળે છે ચોર છે.

LEAVE YOUR COMMENT