1. Home
  2. Political
  3. એરસ્ટ્રાઈકમાં 250 આતંકી મર્યાનો અમિત શાહનો દાવો, કોંગ્રેસનો સવાલ- કેવી રીતે ગણ્યા?
એરસ્ટ્રાઈકમાં 250 આતંકી મર્યાનો અમિત શાહનો દાવો, કોંગ્રેસનો સવાલ- કેવી રીતે ગણ્યા?

એરસ્ટ્રાઈકમાં 250 આતંકી મર્યાનો અમિત શાહનો દાવો, કોંગ્રેસનો સવાલ- કેવી રીતે ગણ્યા?

0

પાકિસ્તાનની સીમામાં દાખલ થઈને આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કર્યા બાદ રાજકીય ધમાસાણ પણ શરૂ થઈ ચુક્યું છે. અહેવાલોમાં કરવામાં આવેલા દાવા મુજબ, આ સ્ટ્રાઈકમાં 300થી વધારે આતંકીઓ ટાર થયા છે. આ વાત પર ભાજપના કેટલાક નેતાઓ દ્વારા પણ મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈકમાં અઢીસોથી વધારે આતંકીઓ ઠાર થયા છે. આ ટીપ્પણી પર પલટવાર કરતા કોંગ્રેસના નેતાઓએ સવાલ કર્યો છે કે આખરે આ આંકડો અમિત શાહ પાસે ક્યાંથી આવ્યો?

ચિદમ્બમરમનો સવાલ

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આપવામાં આવેલા આંકડા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે અમિત શાહ જણાવે કે આ આંકડો આખરે ક્યાંથી આવ્યો છે? ચિદમ્બરમે એરફોર્સ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે વાયુસેના દ્વારા કોઈપણ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તો મૃતકોની સંખ્યા 300થી 350 કેવી રીતે થઈ ગઈ?

ઈન્ડિયન એરફોર્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ખાતેના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવામા આવ્યું છે. આ સ્ટ્રાઈકમાં સિવિલયને કોઈ ઘસરકો પણ પડયો નથી. પરંતુ આતંકવાદીઓના મરવાના આંકડા પર કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

સિદ્ધૂ અને સિબ્બલના સવાલ

પી. ચિદમ્બરમ સિવાય કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂ અને કપિલ સિબ્બલે પણ બાલાકોટ એરસ્ટ્રાઈક પર સરકારને સવાલ કર્યો છે. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને કહ્યુ છે કે વિદેશી મીડિયાના રિપોર્ટિંગમાં કોઈને પણ બાલાકોટ હુમલામાં કોઈપણ પ્રકારના નુકસાનની વાત કરવામાં આવી નથી. પીએમ મોદી, શું તમે આતંકવાદનું રાજનીતિકરણ કરવા પર શરમાયા છો?

તો કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂએ પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે 300 આતંકવાદીઓ માર્યા ગયા હા અથવા ના? સ્ટ્રાઈકનો ઉદેશ્ય શું હતો, આતંકવાદીઓને ખતમ કરવાનો અથવા વૃક્ષોને? સેના પર રાજનીતિ બંધ કરો. ઊંચી દુકાન ફીકા પકવાન.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે ઈન્ડિયન એરફોર્સની બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 250થી વધારે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે આ વાત રવિવારે લક્ષ્ય જીતો કાર્યક્રમને સંબોધિત કરતા કહી હતી. તે વખતે અમિત શાહે ગત પાંચ વર્ષોમાં બે મોટા આતંકવાદી હુમલા અને તેમની વિરુદ્ધ સરકારની પ્રતિક્રિયાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

LEAVE YOUR COMMENT