1. Home
  2. Political
  3. AAP સાથે ગઠબંધન નહીં થતા કોંગ્રેસે દિલ્હીમાં 6 ઉમેદવારો જાહેર કર્યા, મનોજ તિવારી સામે શિલા દિક્ષિતને ટિકિટ
AAP સાથે ગઠબંધન નહીં થતા કોંગ્રેસે દિલ્હીમાં 6 ઉમેદવારો જાહેર કર્યા, મનોજ તિવારી સામે શિલા દિક્ષિતને ટિકિટ

AAP સાથે ગઠબંધન નહીં થતા કોંગ્રેસે દિલ્હીમાં 6 ઉમેદવારો જાહેર કર્યા, મનોજ તિવારી સામે શિલા દિક્ષિતને ટિકિટ

0

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે દિલ્હીની છ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

કોંગ્રેસે ચાંદની ચોકથી જેપી અગ્રવાલને અને ઉત્તર-પૂર્વ દિલ્હીથી રાજ્યના ત્રણ ટર્મ મુખ્યપ્રધાન રહી ચુકેલા જૈફવયના શિલા દિક્ષિતને ટિકિટ આપી છે. શિલા દિક્ષિતનો મુકાબલો દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી સાથે થશે.

પૂર્વ દિલ્હીથી કોંગ્રેસે ભાજપમાંથી પાર્ટીમાં પાછા ફરેલા અરવિંદરસિંહ લવલીને ઉમેદવાર બનાવ્યા છે. તો નવી દિલ્હી બેઠક પરથી દિલ્હી કોંગ્રેસના કદ્દાવર નેતા અજય માકનને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ સિવાય દિલ્હીની ઉત્તર-પશ્ચિમ બેઠક પરથી રાજેશ લિલોથિયા અને પશ્ચિમ દિલ્હી બેઠક પરથી મહાબલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT