1. Home
  2. Regional
  3. પુલવામા એટેક બાદ સેના પર કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજ ટોમ વડક્કન પાર્ટી છોડી ભાજપમાં જોડાયા
પુલવામા એટેક બાદ સેના પર કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજ ટોમ વડક્કન પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

પુલવામા એટેક બાદ સેના પર કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજ ટોમ વડક્કન પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

0

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળમાં પાર્ટીના પ્રવક્તા ટોમ વડક્કન ભાજપમાં સામેલ થઈ ગયા છે. ટોમ વડ્ક્કને કહ્યુ છે કે તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. કોંગ્રેસમાં કોણ પાવર સેન્ટર છે, તેની તેમને ખબર જ પડતી ન હતી.

ટોમ વડક્કને કહ્યુ છે કે પુલવામા એટેક બાદ સેનાને લઈને કોંગ્રેસના સ્ટેન્ડથી તેઓ ઘણાં દુખી હતા અને ભારે મનથી તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. ટોમ વડ્ક્કને કહ્યુ છે કે દેશપ્રેમની સાથે સમજૂતી થઈ શકે નહીં.

મહત્વપૂર્ણ છે કે ટોમ વડક્કનને સોનિયા ગાંધીની બેહદ નજીક માનવામાં આવે છે. દિલ્હીમાં કેન્દ્રીય કાયદા પ્રધાન અને ભાજપના ટોચના નેતાઓમાં સામેલ રવિશંકર પ્રસાદની હાજરીમાં ટોમ વડ્ક્કને કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ટોમ વડક્કને કહ્યુ છે કે તેઓ કોંગ્રેસની વંશવાદી રાજનીતિથી પરેશાન થઈ ગયા હતા અને તેનાથી કંટાળીને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.

LEAVE YOUR COMMENT