REGIONALગુજરાતી

અમદાવાદમાં નકલી Dysp કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ પોલીસ કર્મચારીઓના હતો સંપર્કમાં

અમદાવાદઃ શહેરના શહેર કોટડા પોલીસે તાજેતરમાં નકલી પોલીસ બનીને રોષ જમાવી પૈસા પડાવનારા યુવાનને ઝડપી લીધો હતો. જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. નકલી ડીવાયએસપી કેટલાક પોલીસ કર્મચારીઓના પરિચયમાં હોવાનું ખૂલ્યું છે. એટલું જ નહીં તેની પાસેથી હાઇકોર્ટમાં બેલીફનું ડુપ્લીકેટ આઈકાર્ડ મળી આવ્યું છે. આ ઉપરાંત તેણે એક પોલીસ ચોકીમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટા પણ પડાવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં દિનેશ મહેરિયા નામનો યુવાન નકલી ડીવાયએસપી બનીને લોકો ઉપર રોફ જમાવતો હતો. તેમજ તેમની પાસેથી પૈસા પડાવતો હતો. દરમિયાન પોલીસ યુનિફોર્મમાં સજ્જ નકલી ડીવાયએસપી દિનેશને અસલી પોલીસે ઝડપી લીધો હતો. દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ સાથેના તેના ફોટા મળી આવ્યા છે. આરોપી પાસેથી હાઇકોર્ટમાં બેલીફનું ડુપ્લીકેટ આઈકાર્ડ કબ્જે કરી પોલીસ વર્દી બનાવનાર સાબરમતીના એક ટેલરની પુરપરછ કરી હતી. 2017માં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં નકલી પોલીસ બનીને ગયેલો હોવાનું ખૂલ્યું છે. જે અંગે દિનેશ મહેરિયા વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં ગુનો પણ નોંધાયો હતો.  

દિનેશ મહેરિયાએ સાબરમતીમાં એક દરજી પાસે પોલીસ યુનિફોર્મ  બનાવડાવ્યો હતો આ દરજીની પૂછપરછ કરી. પૂછપરછમાં સામે આવી છે. આરોપીએ બે મહિના પહેલા બે યુનિફોર્મ તૈયાર કરાવ્યા હતા. અગાઉ દરજીની દુકાને આરોપી RPF રાજેન્દ્ર મિણા લઈને આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ એક પોલીસ ચોકીમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટા પડાવ્યાં હતાં. આ પોલીસ ચોકીના રાઇટર સાથે નકલી ડીવાયએસપીના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply