in ,

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સપાટી 318.60 ફૂટ નોંધાઈ

  • ડેમમાં એક જ દિવસમાં એક ફૂટ સપાટી વધી
  • હાલ 22 હજાર ક્યુકેસથી વધારે પાણીની આવક

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી મનાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. ડેમમાં હાલ લગભગ 22 હજાર ક્યુસેકથી વધારે પાણીની આવક થઈ રહી છે. ડેમમાં નવા પાણીની આવકને પગલે સપાટીમાં પણ એક ફૂટ જેટલો વધારો થયો છે. બીજી તરફ ડેમમાંથી 650 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમમાં નવા પાણીની આવકને પગલે સપાટી વધીને 318.60 ફૂટ પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેથી આગામી દિવસોમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા પાણીની વધારે આવક થઈ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા સપ્ટેમ્બર સુધી ડેમની સપાટીને 345 ફુટ સુધી લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી હાલ 650 ક્યુસેક પાણીની જાવક છે. 28 જૂને ઉકાઇ ડેમમાં પહેલીવાર 6619 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. ત્યારબાદ સતત વધારો થઈ 50 હજાર ક્યુસેક પાણીની આવક સુધી પહોંચી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં પણ પાણી પુરુ પાડવામાં આવે છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતે ચીનથી આયાત થતો માલ અટકાવ્યો, ફાર્મા-ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ફફડાટ

“નેશનલ ડૉકટર ડે”નો ઇતિહાસ અને મહત્વ…જાણો