Politicalગુજરાતી

બિહારના વિવાદાસ્પદ ધારાસભ્ય અનંત સિંહે દિલ્હીની કોર્ટમાં કર્યું સરન્ડર

બિહારના વિવાદાસ્પદ અપક્ષ ધારાસભ્ય અને બાહુબલી અનંત સિંહે શુક્રવારે દિલ્હીની એક કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અનંત સિંહના ઘરેથી 16 ઓગસ્ટે એક એકે-7 રાઈફલ જપ્ત કરવામાં આવી હતી અને ત્યારથી તે ફરાર ચાલી રહ્યા હતા.

તેમના વકીલ જ્ઞાનેન્દ્ર મિશ્રાએ કહ્યુ છે કે અનંત સિંહ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ હારુન પ્રતાપ સમક્ષ રજૂ થયા અન દાવો કર્યો કે તેમને રાજકીય કિન્નાખોરીના કારણે મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. મિશ્રાએ ક્હ્યુ છે કે કોર્ટે દિલ્હી પોલીસને તેમને ઝડપથી પુરી સુરક્ષા સાથે બિહાર સંબંધિત અદાલતમાં રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

વકીલનો આરોપ છે કે અનંત સિંહને બિહારમાં પોતાના જીવને જોખમ હતું અને માટે તે દિલ્હીની કોર્ટમાં આત્મસમર્પણ કરવા ચાહતા હતા. અનંત સિંહના પૈતૃક ઘરમાંથી એક એકે-7 અને ગ્રેનેડ જપ્ત થયા બાદ તેમની વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદો- ગેરકાયદેસર ગતિવિધિઓ (નિરોધક) અધિનિયમ (યુએપીએ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મોકામાથી અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના ઘર પર પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.

Related posts
Nationalગુજરાતી

બિહારમાં ધો-1થી 8 સુધીની શાળાઓ 18મી જાન્યુઆરીથી નહીં ખોલવાનો સરકારનો નિર્ણય

દિલ્હીઃ કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થતા દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. જો કે, બિહારમાં ધોરણ 1 થી…
Nationalગુજરાતી

બિહાર કોંગ્રેસમાં નારાજગી, શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ ઉપરથી મુક્તિ આપવા કરી રજૂઆત

દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે…
Nationalગુજરાતી

પટનામાં બ્રિટનથી આવેલા 19 પ્રવાસીઓને પોલીસ પીપીઈ કીટ પહેરીને શોધી રહી છે

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં બાદ દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત દ્વારા ઈંગ્લેડન જતી અને આવતી ફ્લાઈટ ઉપર…

Leave a Reply