in , , , , ,

એક્સપર્ટનો દાવો- કોરોનાને જતા લાગી શકે છે 2 વર્ષ જેટલો સમય

  • એક્સપર્ટનો દાવો-કોરોના હજુ બે વર્ષ રહેશે
  • જુઠી આશા કરતા સત્યને સ્વિકારી લેવું- ડોક્ટર ફહિમ
  • આગળનો સમય ધ્યાનમાં લઈને આયોજન કરવું જોઈએ
  • કોરોનાની વેક્સિનને હજુ એક વર્ષ લાગશે

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના હોસ્પિટલ Upper Chesapeake હેલ્થના સંક્રમણ રોગોના વિભાગના પ્રમુખ અને કોરોના દર્દીઓની સારવાર કરનાર ડોક્ટર ફહિમ યુનુસે કોરોના વાયરસની મહામારી અંગે એક ખાસ ચેવણા આપી છે,ડોક્ટર ફહિમે ટ્વિટ કરીને કોરોના વાયરસ વિશે ઘણી માહિતી શેર કરી છે.

સંક્રમણ રોગોના નિષ્ણાત એવા ડોક્ટર ફહીમ યુનુસે ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું છે કે- ‘પ્રિય લોકો, સત્યનો સ્વીકાર કરો, ખોટી અપેક્ષા કરતા તે વધુ સારું છે. હું કોવિડથી સંબંધિત સત્યને સહાનુભૂતિ સાથે શેર કરવાનો પ્રયત્ન કરું છું જેથી આપણે બધા યોજના બવાની શકીએ તે માટેની તૈયારીઓ કરી શકીએ અને એકબીજાની મદદ કરી શકીએ’

કોરોના વારસ યઅંગે ડોક્ટર ફહિમએ કહ્યું કે. “તેમનો ઈરાદો માનવજાતને માત્ર મદદરુપ થવાનો છે,તેઓ લાઈક રિટિવિટ વગહેરેમાં વધુ રસ નથી દાખવકા,તેમણે વધુંમાં લખ્યું છે કે,કોવિડ ખતમ થયા બાદ તચમે મને ટ્વિટર પર એક્ટિવ જોઈ નહી શકો”

ડોક્ટર ફહીમએ પોતાનાન આગળના ટ્વિટમાં લખ્યું છે કે,”કોવિડ સંક્રમણ 2 વર્ષથી વધુ ટકી શકે છે,જેમાં 6 મહિના તો પસાર થઈ ચૂક્યા છે,વેક્સિનને હજુ એક વર્ષ બાકી છે, વેક્સિન વિતરણ કરવામાં હજુ એક વર્ષનો સમયગાળો લાગી શકે છે.હાર્ડ ઈમ્યુનિટિ ઘણી દૂર છે. કોરોના મહામારીની ગતિ ઝડપથી આગળ વધી રહી છે. સ્થિતિ સામાન્ય થતા 2 વર્ષનો સમય લેશે. આ મુજબ આપણે આયોજન કરવું જોઈએ”

ફહિમ યુનિસે પણ કોરોનાની બાબત અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે એમેરાકામાં 25 લાખ જેટલા કેસ થઈ ચૂક્યા છે અને દેશની અગ્રણી આરોગ્ય સંસ્થા એવી સીડીસીનુ એમ પણ માનવું છે કકે અમેરિકામાં આ કેસની વાસ્તવિક સંખ્યા 10 ગણી થઈ શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને અમેરિકા કરતા 15 ગણા ઓછા પરીક્ષણો કર્યા છે પરંતુ ત્યાં 2 લાખ કેસ થયા છે તો પાકિસ્તાનની વાસ્તવિક સંખ્યાની કલ્પના કરો.

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતીય વાયુસેનાની વધશે તાકાત – ફ્રાંસથી રાફેલ વિમાનને જુલાઈના એન્ડમાં ભારત લવાશે

પાકિસ્તાનનો આંતરિક વિખવાદ, બલુચ લિબરેશન આર્મીએ કર્યો કરાચીમાં હૂમલો