1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાના કેસનો આકંડો 9 લાખને પાર-છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ કેસો નોંધાયા-રીકવરી રેટ 63 ટકા
દેશમાં કોરોનાના કેસનો આકંડો 9 લાખને પાર-છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ કેસો નોંધાયા-રીકવરી રેટ 63 ટકા

દેશમાં કોરોનાના કેસનો આકંડો 9 લાખને પાર-છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ કેસો નોંધાયા-રીકવરી રેટ 63 ટકા

0
  • સમગ્ર દેશમાં કોરોનાનો કહેર
  • દેશમાં કોરોનાના કેસ 9 લાખને પાર થયા
  • સોમવારના રોજ કોરોના કારણે 540 લોકોના મોત
  • છેલ્લા 24 કલાકમાં 28 હજારથી વધુ કેસો સામે આવ્યા

સમગ્ર દેશ હાલ કોરોના મહામારી વચ્ચે જજુમી રહ્યો છે,દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,દિવસને દિવસે કેસની સંખ્યામાં ભારેખમ વધારો થતો જોવા મળી રહ્યો છે,ત્યારે હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9 લાખને પાર થઈ ચૂકી છે,સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 9 લાખ 7 હજાર 645 થઈ ચૂકી છે,જો કે સારી બાબત એ પણ છે કે તેમાંથી 5 લાખ 72 હજદારથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે,જો કે કોરોનાથી અત્યાર સુધી દેશમાં 23 હજાર 700થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યુ છે,જ્યારે દેશમાં લોકડાઉન હતું ત્યારે કેસની સંખ્યા ખુબ જ ઓછી હતી પરંતુ જ્યારથી લોકડાઉનને અનલોક 1 કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારથી કેસ લાખો થઈ ચૂક્યા છે.તો વિતેલા દિવસ સોમવારના રોજ કોરોનાના નવા 28 હજારથી વધુ કેસ સામે આવ્યા છે,આ સાથે જ દેશના કેટલાક રાજ્યોના મહાનગરો જેમ કે,મહારાષ્ટ્રના પૂણે,જમ્મુ-કાશ્મીરનું શ્રીનગર,ઉત્તર પ્રદેશ,મેધાલયની રાજધાની શિલોન્ગ જેવા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવાની ફરજ પડી છે.

દેશના રાજ્ય બિહારમાં પણ કોરોના વકર્યો છે સોમવારે 1116 નવા સંક્રમિતો નોંધાયા છે. રવિવારના રોજ બિહારમાં 1266 સંક્રમિતો નોંધાયા હતા. કોરોનાનું સતત વધી રહેલું સંક્રમણ જોતા રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન કરવાની સ્થિતિ ઉદ્ભવી છે. આજ રોજ બિહારમાં એક બેઠક બોલાવવામાં આવી છે,જેમાં લોકડાઉન બાબતે નિર્ણય લેવાશે.

જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ચૂકયુ છે કે પૂણેમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી,માત્ર એક જ દિવસમાં અહી 1 હજારથી પણ વધુ નવા કેસો સામે આવ્યા છે.છેલ્લા 24 કલાક માં જ 47 લોકોના મોત પણ થયા છે.94 હજારથી વધુ અત્યાર સુધીના કેસનો આંકડો છે.

દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ કોરોનાએ માજા મૂકી છે,અહી આવનારી 31 તારીખથી દર રવિવારના રોજ લોકડાઉનનો અમલ કરવામાં આવશે તે સાથે જ ગ્લાલિયરમાં ક્રાઈસિસ મેનેજમેન્ટની બેઠકમાં તમામ સભ્યોએ શહેરમાં અમૂક દિવસો સુધી સદંતર લોકડાઉન કરવાની વાત કરી છે જેથી દરેકની સહમતિથી શિવપુરી કલેકટરે 19 જુલાઈ સુધી લોકડાઉન કરવાના આદેશ જારી કર્યો છે.

આ સાથે જ દેશનો સરેરાશ રીકવરી રેટ 63.02 ટકા કરતા પણ વધુ છે. દેશમાં અગાઉ રીકવરી રેટ 60 ટકાની આસપાસ રહ્યો હતો, એટલે એમ પણ કહી શકાય કે કોરોનાના વધતા કેસોની સામે સાજા થનારાનો રેશિયો પણ વધી રહ્યો છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.