1. Home
 2. ગુજરાતી
 3. દક્ષિણ કોરિયા અને જાપાનમાં કોરોનાના કેસમાં વધારો- ભારતે ઓન અરાઈવલ વિઝા પર લગાવી રોક
દક્ષિણ કોરિયા અને જાપાનમાં કોરોનાના કેસમાં વધારો- ભારતે ઓન અરાઈવલ વિઝા પર લગાવી રોક

દક્ષિણ કોરિયા અને જાપાનમાં કોરોનાના કેસમાં વધારો- ભારતે ઓન અરાઈવલ વિઝા પર લગાવી રોક

0
 • ચીનમાં કોરોનાના કારણે અત્યાર સુધી 2788 લોકોના મોત
 • કોરોનાના 78,824 નવા કેસ
 • દક્ષિણ કોરિયામાં પણ હવે કોરોનાની એન્ટ્રી
 • દ.કોરિયામાં 2 હજાર જેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં
 • ચીનએ ઈરાનને 2 હજાર માસ્ક મોક્લ્યા
 • જાપાનમાં કુલ 4ના મોત

સમગ્ર દેશ હાલ ભયના માહોલમાં છે,કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મહામારી જોવા મળી છે,ચીનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે હવે દક્ષિણ કોરીયામાં એન્ટ્રી કરી છે,અહિના 2 હજાર જેટલા લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે.જ્યારે ચીનની જો વાત કરીએ તો ,ચીનમાં અત્યાર સુધી મરનારોની કુલ સંખ્યા 2788 સુધી પહોંચી છે,જે ખુબ મોટો આંકડો કહેવાય અને  આ આકંડો જોતા વિશ્વભરમાં હવે હાહાકાર મચવા પામ્યો છે.દરેક દોશો હવે સર્તક બન્યા છે.

ચીનમાં મહામારીનું રુપ લઈ ચુકેલા કોરોના વાયરસના જોખમને જોતા ભારતએ દક્ષિણ કોરિયા અને જાપાનના લોકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા પર રોક લગાવી દીધી છે.આ ખતરનાક વાયરસે દક્ષિણ કોરિયા અને જાપાનને પણ પોતાની ઝપેટમાં લીધા છે,જેના કારણે દક્ષિણ કોરિયામાં કોરોનાના અંદાજે 2 હજાર જેટલા કેસો સામે આવ્યા છે.તે સાથે જ આજ દેશમાં 13 લોકોના મોતનો આંકડો સામે આવતા જ દેશમાં ભયનો માહોલ છે,દક્ષિણ કોરિયામાં પણ હવે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.

કોરોના વાયરસના જોખમને જોતા અમેરીકા અને દક્ષિણ કોરિયાની સેનાએ પોતાનો સંયૂક્ત અભ્યાસ સ્થગિત કર્યો છે,આગળનો દેશ મળતા સુધી આ અભ્યાસ સ્થગિત રાખવામાં આવશે,તો બીજી તરફ વિશ્વમાં ઈસ્લામ ધર્મનું પવિત્ર સ્થાન ગણાતું મક્કા-મદિનાની હજ યાત્રા ને ઉમરાહ યાત્રા પર પણ સાઉદી અરબે રોક લગાવી છે.

 જાપાનમાં પણ કોરોનાના કેટલાક કેસ જોવા મળ્યા છે,મળતી માહિતી મુજબ અહી 190 લોકો કોરોના અસરગ્રસ્ત જોવા મળ્યા છે. તો બીજી તરફ ચીનમાં કોરોનાના કારણે મરનારોની સંખ્યા ગુરુવારના રોજ 2788 હજાર થી ચૂકી છે,ગુરુવારના રોજ 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા,તે સાથે જ  વાયરસના કુલ  કેસોની સંખ્યા 78824 થઈ ચૂકી છે.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના જણાવ્યા અનુસાર હુબેઈમાં કુલ 2641 લોકોના મોત

 • એનએચસી દ્રારા રજુ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે કોરોના વાયરસથી હુબેઈમાં અંદાજે 2641 લોકોના મૃત્યુ થયા છે,
 • હુબેઈ પ્રાંતમાં અને તેની રાજધાની વુહાનમાં સૌથી વધુ લોકો કોરોનાનાન કારણે મૃત્યુ પામ્યા છે,તે સાથે જ
 • 36,117 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
 • છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના કેસ ઘટતા પણ જોવા મળ્યા છે
 • હુબેઈ પ્રાંતમાં કોરોનાનો કહેર હજુ પણ વર્તાઈ રહ્યો છે
 • જો કે ચીનના અન્ય શહેરોમાં જનજીવન ઘીરે ઘીરે સામાન્ય થતુ જોવા મળી રહ્યુ છે.
 • બેઈજિંગ,હેઈલોંગઝિયાંગ અને હૈનાનમાં પણ કોરોના વાયરસથી 1-1 લોકોના મોત થયા છે.

પાકિસ્તાને ઈરાન આવતી-જતી વિમાન સેવા પર રોક લગાવી

સમગ્ર દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે હવે પાકિસ્તાન પણ સતર્ક બન્યું છે, પાકિસ્તાન દ્રારા ઈરાનઆવતી જતી વિમાન સેવાઓ પર રોક લગાવવામાં આવી છે,કારણ કે હાલ ઈરાન એવો દેશ છે કે જ્યા કોરોનાના કારણે ચીન બાદ મરનારાઓની સૌથી વધુ સંખ્યા નોધાય છે,જેના કારણે પાકિસ્તાને ઈરાન સરહદને થોડા સમય માટે બંધ કરી છે.

પાકિસ્પાતાની મીડિયા રિપોર્ટસ મુજબ, પાસ્તાનના બે લોકોમાં કોરોના વાયરસ પોઝેટિવ જોવા મળ્યો છે,જેના કારણે ઈરાનથી આવતી જતી વિમાન સેવાઓને વિલંબીત કરવાનો નિર્ણય લેવાયો છે,આ રોક આગલા આદેશ મુજબ જારી રહેશે,કારણ કે પાકિસ્તાનના જે બે લોકોમાં કોરોના વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે તે બન્ને લોકો ઈરાનથી જ પરત ફર્યા હતા.

ચીને ઈરાનને અઢી લાખ જેટાલા માસ્ક મોકલીને મદદ કરી

ઈરાનમાં હાલ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ચીન ઈરાનની મદદે આવતા 2 લાખ 25 હજાર જેટલા માસ્ક ઈરાન માટે મોકલ્યા છે,ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિચ્યાનએ કહ્યું કે, “મુસીબતના સમયે બીજાઓની મદદ કરવાનો અર્થ પોતાની મદદ કરવાનો છે,મુશ્કેલ સમયે એક બીજા સાથે ઊભા રહીને એકબીજાને મદદ કરવાથી વિશ્વ ખુબ જ જલ્દી  આ મહામારીને પરાજીત કરી શકશે.”

તેઓએ વધુમાં કહ્યું કે, કોરોનાના કહેર બાદ વિશ્વના 170થી વધુ દેશોના નેતાઓ અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સંગઠનોના જવાબદાર લોકોએ ખાસ રીતે સંદેશો માકલીને ચીનનું સમર્થન કર્યું છે,લોકોએ તેમના દેશ માટે દાન પમ પ્યું છે,તે સાથે જ નક રીતે ચીનને પ્રોત્સાહિત પણ કર્યું છે.

તેમણે પોતાની વાતમાં આગળ જણાવ્યું હતું કે,”ચીન પાસે મહામારીનો સામનો કરવાનો પ્રખર અનુભવ છે,ચીન પોતે રોકઠામ કાર્યને સારી રીતે અંજામ આપવા સાથે જાપાન અને દક્ષિણ કોરિયા વગેરે દેશો સાથે ગાઢ સંપર્ક અને સહાયતા કરી સુચનાઓ અને અનુભવની આપ-લે કરવા ઈચ્છે છે.તે સાથે જ નબળી સ્વાસ્થ્ય સિસ્ટમ ધરાવતા દેશોને બનતી તમામ મદદ પણ કરશે.આમ હાલ ચીન વિશ્વના કોરોના અસરગ્રસ્ત દેશોની વ્હારે ઊભુ છે.”

તેમણે કહ્યું કે, “આ વાયરસની કોઈ રાષ્ટ્રીય હદ હોતી નથી,માત્ર બે દિવસમાં જ કોવિડ -19(કોરોના) જાપાન, દક્ષિણ કોરિયા, ઇટલી અને ઈરાન વગેરે દેશોમાં ફેલાઈ ગયો છે. આફ્રિકામાં પણ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે.”

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.