1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કોરોના મહામારી જાહેરઃ- શાળા-કોલેજો અને સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ
દિલ્હીમાં કોરોના મહામારી જાહેરઃ- શાળા-કોલેજો અને સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ

દિલ્હીમાં કોરોના મહામારી જાહેરઃ- શાળા-કોલેજો અને સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ

0
  • દિલ્હીમાં કોરોનાની મહામારી
  • કોરોનાને પહોચી વળતા દિલ્હી સરકાર હરકતમાં
  • શાળા-કોલેજો અને સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ
  • સીએમ કેજરિવાલે લીધા મહત્વના નિર્ણયો
  • હોસ્પિટલોમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવી
  • 500થી વધુ બેડની સુવિધા કરાઈ

કોરોના વાયરસનું જોખમ હવે દેશમાં વર્તાઈ રહ્યું છે,સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચવા પામ્યો છે,ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે મહામારી ઘોષિત કરવામાં આવી છે,દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતની જાણ કરતા કહ્યું કે,”તાત્કાલિક ધોરણે દિલ્હીના તમામ સિનેમાઘરો 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી રહ્યા છે, જે શાળાઓ અને કોલેજોમાં પરિક્ષાઓ નથી ચાલી રહી તેને પણ આવનારી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.”

 સીએમ કેજરીવાલએ કહ્યુ, “કોરોના વાયરસના જોખમને પહોંચી વળવા માટે દિલ્હી સરકાર પુરી તૈયારીઓ કરી રહી છે,હોસ્પિટલમાં સમગ્ર તૈયારીઓ કરી રાખવામાં આવી છે,બાકીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.અત્યાર સુધી લોકોનો સાથ સહરાક મળતો રહ્યો છે,આશા રાખુ છું કે આગળ પણ સહયોગ મળતો રહે.”

મીડિયા રિપોર્ટસ પ્રમાણે સીએમ અરવિંદ કેજરીવાલએ જણાવ્યું કે,”કોરોના વાયરસથી બચવાના સંદર્ભે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે,સીએમ એ કહ્યું કે, આ બેઠકમાં કેટલાક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં સિનેમાઘરો,જ્યા પરિક્ષાઓ શરુ નથી તેવી શાળાઓ અને કોલોજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે,અને જો કોઈન પણ વ્યક્તિને ક્વોરન્ટાઈન કરાવું હોય તો તેના માટે પુરતા બેડની વ્યવસ્થા છે, જેમાં 500થી પણ વધુ બેડનો સમાવેશ થાય છે.”

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ ગુરુવારના રોજ પુષ્ટિ કરી હતી કે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી પીડિત કુલ 73 કેસોમાં 56 ભારતીયો અને 17 વિદેશથી આવેલા લોકોનો સમાવેશ થાય છે.

સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 1 લાખ 21 હજાર 654 જેટલા કેસ સામે આવ્યા છે.જેમાં મૃત્યુઆંકની જો વાત કરવામાં આવે તો ચીનમાં કોરોનાના કારણે 4 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે ત્યારે ચીન બાદ બીજા નંબરે ઈટલીમાં 837 લોકોના મોત થયા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.