1. Home
  2. ગુજરાતી
  3. સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખ 40 હજારને પાર- 1 દિવસમાં જ 13 હજારથી વધુ કેસ નોંધાયા
સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખ 40 હજારને પાર- 1 દિવસમાં જ 13 હજારથી વધુ કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખ 40 હજારને પાર- 1 દિવસમાં જ 13 હજારથી વધુ કેસ નોંધાયા

0
  • સમગ્ર દેશમાં કોરોનાના લાખો દર્દીઓ
  • છેલ્લા 24 કલાકમાં જ 13 હજાર 548 દર્દીઓ વધ્યા
  • 1.78 લાખ જેટલા કેસ હાલ એક્ટિવ
  • 2.48 લાખ દર્દીઓ અત્યાર સુધી થયા સાજા
  • રાજધાની દિલ્હીમાં 2900થઈ પણ વધુ દર્દીઓ વધ્યા
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3721 સંક્રમિતોનોંધાયા

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે,દિવસેને દિનવસે કોરોનાના દર્દીઓનો રાફળો ફાટી રહ્યો છે,ઉલ્લેખનીય છે કે લોકડાઉન અનલોક થયા બાદ કોરોના સંક્રમિતોના સંખ્યામાં વધારો નોંધાછે ત્યારે હાલ દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખ 40 હજારને પાર પહોંચી છે,તો છેલ્લા 24 કલાકની અંદર જ 13500થી વધુ નવા કેસો નોંધાયા છે,તો ગઈકાલે સાજા થનારા દર્દીઓનો આંકડો 10 હજારને પાર હતો જે એક સારી બાબત છે.જો કે તેની સામે 3400થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમિતોની વધુ સંખ્યા દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં છે,જ્યા 3721 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે, અને સૌથી વધુ 113 દર્દીઓના મોત થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં 29દદથી વધુ દર્દીઓ સામે આવ્યો છે, જ્યારે સૌથી વધુ 3589 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાંહાલ કુલ એક્ટિવ કેસમાં અત્યારે 2 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 78 હજારથી પણ વધુ કેસો એક્ટિવ છે.તો તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા 2.48 લાખ છે, જ્યારે 14 હજાર સંક્રમિતોએ આ બિમારીમાં જીવ ગુમાવ્યા છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહી 3721 કેસ સામે આવ્યા છે જેમાં 113ના મોત થયા છે. આઈએનએસ શિવાજીના 8 કેડેટ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં 1098, ઠાણેમાં 1002 કેસ વધ્યા છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ 35 હજાર 700ને પાર પહોંચ્યો છે, હાલ તેમાંથી 61 હજાર 793 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6283 લોકોનો મોત થયા છે

ઉતરપ્રદેશમાં વિતેલા દિવસે 591 દર્દીઓ સામે આવ્યા છે અને કુલ 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.સમગ્ર રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 569 લોકોના જીવ ગયા છે.

રાજસ્થાનમાં સોમવારના રોજ નવા 302 દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેની સાથે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે,હાલ તેમાંથી 2966 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં આ રાજ્યમાં કુલ 356 લોકો મોતને ભેટ્યા છે..

દેશના રાજ્ય મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અહીં સોમવારના રોજ કુલ 175 કેસ નોંધવામાં આવ્યા છે તો સાથે 6 લોકોના મોત થયા છે. સૌથી વધુ 44 કેસ ઈન્દોર શહેરમાં નોંધાયા છે. ભોપાલમાં 23, જબલપુરમાં 12, નીમચ અને મુરૈનામાં 11-11 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 12 હજાર 78 કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. જો કે એક સારી બાબત એ પણ કહી શકાય છે કે આ તમામ દર્દીઓમાંથી કુલ 9215 દર્દીઓ સાજા પણ થયા છે. તો કોરોનાથી અત્યાર સુધીમાં 521 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આમ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં રોજના નવા કેસોનો આંકડો વધી રહ્યો છે જે ચિંતા દર્શાવે છે,જ્યારે શરુઆતમાં કોરોના વાયર ઈન્ડિયામાં પ્રવેશ્યો હતો ત્યારે કેરળમાં માત્ર તેના 3 જ દર્દીઓ હતા જે આજે વધીને કુલ સાડા 4 લાખને પણ પાર થઈ ચૂક્યા છે.

SAHIN-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.