1. Home
  2. ગુજરાતી
  3. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનું ભારતમાં ઉત્પાદન શરૂ, લાખો ડોઝ કરવામાં આવશે તૈયાર
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનું ભારતમાં ઉત્પાદન શરૂ, લાખો ડોઝ કરવામાં આવશે તૈયાર

ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનું ભારતમાં ઉત્પાદન શરૂ, લાખો ડોઝ કરવામાં આવશે તૈયાર

0

અમદાવાદ:  કોરોનાવાયરસના ભારતમાં સતત વધતા જતા કેસ વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં હવે બ્રિટીશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાવાયરસ વેક્સિના લાખો ડોઝનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આ વેક્સિનનું ઉત્પાદન બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે તેમજ ભારતમાં કરવામાં આવી રહ્યું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ AZD1222 નામની કોરોના વેક્સિન વિકસાવી છે. પ્રારંભિક અખતરમાં વેક્સિનના પરિણામો સારા રહ્યા છે અને હવે પછીના રાઉન્ડ માટેની પણ તૈયારી ચાલી રહી છે. એસ્ટ્રાઝેનેકાના સીઇઓ પાસ્કલ સોરીઓટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે રસી તૈયાર કરવાનું શરૂ કરી રહ્યા છીએ. પરિણામ સમયે, અમારી પાસે રસી તૈયાર હશે.

કંપનીના સીઈઓએ વધારે ઉમેરતા જણાવ્યું કે જ્યાં સુધી WHO દ્વારા રોગચાળાના અંતની જાહેરાત ન થાય ત્યાં સુધી કંપની રસીનું ઉત્પાદન કરીને નફો નહીં કરે. કંપનીએ એક અબજ વેક્સિન બનાવવા માટે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાય-અપ કર્યું છે અને 2021 સુધીમાં એક અબજ વેક્સિન બનાવવાનું લક્ષ્યાંક છે. તે જ સમયે, 2020 ના અંત સુધીમાં 40 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે.

બ્રિટીશ કંપની એસ્ટ્રાઝેનેકાના કહેવા પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં વિશ્વભરની ફેક્ટરીઓમાં કરોડો તૈયાર થઈ જશે અને  વર્ષ 2021ના છઠ્ઠા કે સાતમાં મહિના સુધીમાં 2 અબજ વેક્સિન તૈયાર થઈ જશે. આ કંપનીએ અમેરિકાને 400 મિલિયન વેક્સિન સપ્લાય કરવાનું નક્કી કર્યું છે અને તે જ સમયે કંપની બ્રિટનને પણ 100 મિલિયન રસી આપશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનનું અંતિમ પરિણામ ઓગસ્ટ સુધીમાં જાહેર થઈ શકે છે. કંપની દ્વારા શરૂઆતના તબક્કામાં 18 થી 55 વર્ષની વયના 160 તંદુરસ્ત લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પછી, બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ પણ શરૂ કરવામાં આવ્યા હતા.

ત્રીજા તબક્કામાં, ઓક્સફર્ડ યુનિવર્સિટી બાળકો અને વૃદ્ધોને પણ રસી પરીક્ષણમાં સામેલ કરી રહી છે. આ સમય દરમિયાન, રસીનું પરીક્ષણ કુલ 10260 લોકો પર કરવામાં આવ્યું છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.