1. Home
  2. revoinews
  3. કોરોના વેક્સિનની કંપનીઓએ  કેન્દ્ર પાસે કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી
કોરોના વેક્સિનની કંપનીઓએ  કેન્દ્ર પાસે કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી

કોરોના વેક્સિનની કંપનીઓએ  કેન્દ્ર પાસે કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી

0
  • દવા કંપનીઓએ પ્રસ્તાવ રજુ કર્યો
  • કટોકટચિની સ્થિતિમાં દર્દીઓને દવાનો ડોઝ આપવા માંગી મંજુરી
  • કેન્દ્ર સરકારની હા જરુરિ
  • કેન્દ્રની પરવાનગી બાદ જ કાર્યવાહી થઈ શકે

દિલ્હી-: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, પરિસ્થિતિ હવે જાણે બેકાબુ બનતી જોવા મળી રહી છે, આ સમગ્ર સ્થિતિને જોતા દવા કંપનીઓએ કટોકટિની સ્થિતિમાં કોરોનાની વેક્સિનના ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે.

આ સંબંધમાં દવાની કંપનીઓ તરફથી એક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારની મંજુરી માંગવામાં આવી છે, આ પ્રસ્તાવને લઈને રાષ્ટ્રીય ટાસ્ક ફઓર્સમા ચર્ચતાઓ શુ કરવામાં આવી ચૂકી છે આ સમગ્ર બાબત વચ્ચે દોઢ મહિના પછી પુરથમ વખત કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા કરતા નવા દર્દીઓની સંખ્યા વધી છે

ટાસ્ક ફોર્સના સભ્યએ આ બાબતે કહ્યું કે દેશમાં કટોકટીની પરિસ્થિતિમાં આ વેક્સિનના ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, સમિતિ સમક્ષ હજી સુધી તેના દસ્તાવેજો રજૂ કરવામાં નથી આવ્યા, વેક્સિનના પરીક્ષણના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કાના પરિણામોના અભ્યાસ અને સમીક્ષાના આધારે વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી શકે તૈવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

મંજુરી મળતા સતર્કતા જરુરી

જો કે આ સ્થિતિમાં પણ સતર્કતા વધારવી પડશે કારણ કે, હાલની સ્થિતિને જોતા માર્કેટમાં વેકસિનની ઘણી  જરુરિયાત છે તો તેની માંગ વધશે કારણ કે નેક લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા છે.

 એસ્ટ્રાજેનેકા કંપનીએ  પરવાનગી માંગી- સીરમ સંસ્થા આવતા મહિને અરજી કરશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાલ એસ્ટ્રાજેનેકા કંપનીએ કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગ માટે પરવાનગી માંગી છે. આ વેક્સિન હજી ત્રીજા તબક્કાનાન પરિક્ષણ હેછળ છે.

જો કે આ પરિક્ષણ પૂર્ણ થયા બાદ તેના  ફોલોઅપ આંકડાઓને જોઈને તેના પર વિચાર કરવામાં આવી શકે છે,બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ શુક્રવારે ખાતરી આપી છે કે તેઓ આવતા મહિને વેક્સિનનો કટોકટીની સ્થિતિમાં ઉપયોગ કરવા માટે અરજી કરશે.

સાહીન-

LEAVE YOUR COMMENT