in , ,

કોરોનાવાયરસના સતત વધતા કેસ, લોકો માટે બની રહ્યા છે ચીંતાનો વિષય

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.દરમિયાન 24 કલાકમાં 624 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બે દિવસમાં કોરોનાવાયરસ ના 1230 થી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના દરરોજ સરેરાશ 600થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 31397 કેસ નોંધાયા છે. બીજી તરફ રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 22808 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં 24 કલાક દરમિયાન 391 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 19 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં હાલ 6708 એકટીવ કેસ છે. શનિવારે પણ કોરોનાવાયરસની બીમારીથી પીડાતા 18 દર્દીઓના મોત થયા હતા. જ્યારે 379 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ ઘટી રહ્યા છે જ્યારે સુરતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.

24 કલાકમાં 191 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શનિવારે પણ 195 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો વધતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ સઘન સર્વે અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દેશમાં કોરનાના કેસનો આંકડો 5 લાખ 40 હજારને પાર- છેલ્લા 24 કલાકમાં જ સૌથી વધુ 21 હજાર કેસ

ચેતી જજો, અમદાવાદમાં વધી રહ્યા છે માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોન