- કોરોનાવાયરસના કેસમાં ધરખમ ઘટાડો
- એક્ટિવ કેસ 40000થી કરતા ઓછા
- 24 કલાકમાં 3116 નવા કેસ સામે આવ્યા
મુંબઈ: દેશમાં હવે કોરોનાવાયરસ મહામારીનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે તો એક્ટિવ કેસનો આંકડો 40000થી પણ નીચે આવી ગયો છે.
જો વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકની તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 3116 કેસ નોંધવામાં આવ્યા છે. એક સમય એવો પણ હતો દેશમાં જ્યારે દેશમાં 4 લાખ કેસ એક જ દિવસમાં જોવા મળ્યા છે.
દેશમાં લોકો દ્વારા સતર્કતા જે રાખવામાં આવી છે અને સરકાર દ્વારા જે સરાહનીય પગલા લેવામાં આવ્યા છે તેનાથી દેશમાં ખૂબ મોટો ફરક જોવા મળ્યો છે. દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને પણ જોરદાર રીતે વેગ આપવામાં આવ્યો હતો અને તેના કારણે હવે દેશમાં 179 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

