Important StoriesREGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ, એક જ દિવસમાં 316 લોકો થયા ડિસ્ચાર્જ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 364 કેસ નોંધાયા હતા. જયારે 29 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 3562 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં નવા કેસની સાથે કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 9268 પર પહોંચી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 566 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના કારણે અમદાવાદમાં સૌથી વધારે 25 દર્દીના મૃત્યુ થયા હતા. આવી જ રીતે પાટણમાં એક અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 364 કેસ નોંધાયા હતા. જેમાં 292 કેસ અમદાવાદમાં નોંધાયા છે. વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલમાં 1, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 8, ગીર સોમનાથમાં 1, ખેડા 1, જામનગર 3, અરવલ્લી 1, મહીસાગર 1, દેવભૂમિ દ્વારકા 7, જુનાગઢ 1, અમરેલીમાં 1 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 5140 એક્ટિવ કેસ છે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 9268 કેસ નોંધાયા છે, જેમાંથી 3562 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. હાલ રાજ્યમાં કુલ 5140 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1.22 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 9268 લોકોનો રિપોર્ટ પોઝિટિવ અને 113029 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. રાજ્યભરમાં અત્યારે કુલ 199145 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. જયારે સરકારી ફેસિલીટીમાં 8752 અને ખાનગી ફેસિલીટીમાં 640 લોકો ક્વોરેન્ટાઇન છે. આમ કુલ 208537 લોકો ક્વોરેન્ટાઇન છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર
રાજ્યમાં હવે સમગ્ર જગ્યાએ કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના તમામ 33 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ આજે એક કેસ નોંધાયો છે. એટલે ગુજરાતનો એકપણ જિલ્લો કોરોનાથી મુક્ત રહ્યો નથી. ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં 6645, વડોદરામાં 592, સુરતમાં 967 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગાંધીનગરમાં 142 અને ભાવનગરમાં 100 કેસ નોંધાયા છે.

Related posts
REGIONALગુજરાતી

કેન્દ્રની વિશેષ ટીમ આવશે ગુજરાત, કોરોના સંક્રમણને રોકવાની વ્યૂહરચના અંગે કરશે ચર્ચા

દિવાળી બાદ રાજ્યભરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત આ ટીમ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને…
REGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 915 પોઝિટિવ કેસ નોંધાયાં

24 કલાકમાં 749 દર્દીઓ થયાં સાજા રાજ્યમાં 14 દર્દીઓના થયા મોત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન સતત…
REGIONALગુજરાતી

અમદાવાદમાં કોરોનાને લઈને લોકો હજુ નથી ગંભીર, કરી રહ્યાં છે આવી ભયંકર ભૂલ

અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાની ફરિયાદ દંડની રકમ વધારવા સરકારને કરાઈ રજૂઆત અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે….

Leave a Reply