અમદાવાદ: અમેરિકા હાલ કોરોનાવાયરસ અસરગ્રસ્ત દેશોમાં ટોચના સ્થાન પર છે અને કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાવાયરસના કારણે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે અને તેની અસર ખેતી ક્ષેત્રે પણ જોવા મળી રહી છે.
અમેરિકામાં હાલ ખેતરોમાં પાક તૈયાર છે પણ કોરોનાવાયરસના કારણે લણણી કરવા માટે મજૂરો મળી રહ્યા નથી અને કામ અટકી પડ્યું છે.
હાલ જેમ તેમ કામ પૂર્ણ કરવા માટે અમેરિકામાં લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલબસના ડ્રાઈવરો તથા ઓઈલ ફિલ્ડમાં કામ કરનારા શ્રમિકોની મદદ લઈ રહ્યા છે પણ તેમને મશીન ચલાવવાનો અનુભવ પણ નથી.
અમેરિકાના કેટલાક રાજ્યોમાં ખેડૂતોને મજૂર ઉપલબ્ધ કરાવતી કંપનીએ પણ કહી રહી છે કે આ સમયે મજૂરો મળવા મુશ્કેલ છે અને આ ચીંતાનો વિષય પણ છે. આ બાબતે ખેડૂતોનું પણ કહેવું છે કે જો પાકને સમયસર લેવામાં નહી આવે તો ઘઉંના ભાવમાં મોટો વધારો થશે અને ચેઈન સપ્લાયને પણ અસર થશે.
આ બાબતે અમેરિકન લોકોનું પણ કહેવું છે કે જો દેશમાંથી જ નવા લોકોને આ કામ માટે બોલાવીશું તો તેમને વધારે ટ્રેનિંગ આપવી પડશે અને તે ઉપરાંત પૈસા પણ તેઓ વધુ માગશે. મહત્વનું છે કે અમુક ખેડૂતો વિદ્યાર્થીઓ પાસે કામ લેતા પણ ડરે છે કેમ કે સ્કૂલો ખૂલી જશે તો કામ અધૂરું રહી જશે.
(VINAYAK)