REGIONALગુજરાતી

અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂઃ ખેડૂતોને સારા ભાવ મળવાની આશા

રાજકોટઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં કપાસનું સૌથી વધારે વાવેતર થયું છે. ત્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજથી કપાસના પાસની આવક શરૂ થઈ છે. એક ખેડૂત કપાસ લઈને વેચવા આવતા કપાસની હરાજીનો આરંભ થયો હતો. કપાસ રૂ. 1952માં વેચાયો હતો. ચાલુ વર્ષે ખેડૂતોને કપાસના સારા ભાવ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં આજથી નવા કપાસની આવક શરૂ થઈ છે. અમરેલી જિલ્લાના ધારાગણી ગામ ના કનુભાઈ લવજીભાઈ ગજેરા નામના ખેડૂત દ્વારા અમરેલી માર્કેટીંગ યાર્ડમાં એક પેઢીમાં બે ગાંસડી કપાસ લઈને આવ્યા હતા. જે કપાસની હરાજી થતા મુહર્ત ના સોદા પાડવા માટે વેપારીઓ દ્વારા તે માલ ની હરાજી કરાઈ હતી. કપાસ રૂ. 1952માં વેચાયો હતો. આ વર્ષે સારા વરસાદને લીધે કપાસમાં સારી આવક જોવા મળે તેવું વેપારીઓ અને ખેડૂતો માની રહ્યા છે અમરેલીના એક વેપારીએ જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં ૧૦ થી ૧૫ દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે. આ વર્ષે વરસાદ ઘણો મોડો થવાના કારણે ઘણા સેન્ટરોમાં હજી તો કપાસના વાવેતર થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં નવા કપાસની આવક જોવા મળતા વેપારીઓ અને ખેડૂતો માં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે. અત્યારે ગત વર્ષના જૂના કપાસના ભાવ ૧૨૦૦ થી ૧૨૫૦ રૂપિયા જોવા મળેલ છે જેની સામે નવા કપાસ ના ૧૯૫૨ રૂપિયા મુહર્તના સોદામાં પડેલા તો અત્યારે સારા ભાવ મળવાની શકયતા છે.

Related posts
HEALTHCAREImportant StoriesREGIONALગુજરાતી

કચ્છના વાગડમાં તીડનો ઉપદ્રવઃ ખેડુતો બન્યાં ચિંતિત

• રણ ક્રોસ કરી તીડ ખડીર પહોંચ્યાં• તીડ નિયંત્રણની કામગીરી કરાઈ શરૂ અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર તીડના આક્રમણનો ભય સતાવી રહ્યો છે….
REGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં ખેડૂતોની સરકારને સહાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે કોરોના વાયરસ સામેની લડાઈમાં વડાપ્રધાન રાહતનિધિ ફંડ અને…
REGIONALગુજરાતી

ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી મળશેઃ સરકારે આપી મોટી રાહત

વિધાનસભામાં સરકારે રજૂ કર્યું બજેટ ખેડૂતોનો ખર્ચ ઘટાડવા માટે કરાશે પ્રયાસ અમદાવાદઃ ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ…

Leave a Reply