1. Home
  2. Political
  3. પીએમ મોદી માટે ડાબેરીઓની નફરત: સીપીએમએ પોતાના ભૂતપૂર્વ MLAને પાર્ટીમાંથી સસ્પેન્ડ
પીએમ મોદી માટે ડાબેરીઓની નફરત: સીપીએમએ પોતાના ભૂતપૂર્વ MLAને પાર્ટીમાંથી સસ્પેન્ડ

પીએમ મોદી માટે ડાબેરીઓની નફરત: સીપીએમએ પોતાના ભૂતપૂર્વ MLAને પાર્ટીમાંથી સસ્પેન્ડ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના વખાણ કરવા બદલ મહારાષ્ટ્રથી સીપીએમના એક નેતાને પાર્ટીની કેન્દ્રીય સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

સીપીએમના ભૂતપૂર્વ ધારાસભ્ય નરસૈયા એડમે સોલાપુર જિલ્લામાં એક આવાસીય યોજનાને મંજૂરી આપવા માટે જાન્યુઆરીમાં પીએમ મોદી અને સીએમ ફડણવિસના વખાણ કર્યા હતા તથા ધન્યવાદ આપ્યા હતા. નરસૈયા એડમ પહેલા આ મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાઈ ચુક્યા છે. હકાલપટ્ટી પહેલા એડમ મહારાષ્ટ્રમાં પાર્ટીના સચિવ પણ હતા.

એડમે વડાપ્રધાન મોદીને ફરીથી પીએમ બનવા માટે કથિતપણે શુભેચ્છા પણ આપી હતી. પાર્ટીના એક પદાધિકારીએ મંગળવારે કહ્યુ હતુ કે આવા વખાણ પાર્ટીની નીતિની વિરુદ્ધ છે. તેવામાં તેમને ત્રણ માસ માટે પાર્ટીની કેન્દ્રીય સમિતિમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સીપીએમની કેન્દ્રીય સમિતિ કમ્યુનિસ્ટ પાર્ટીઓની નીતિઓ પર નિર્ણય લેતી હોય છે. એડમની બરતરફી ત્રણ માસ માટે છે. પરંતુ હવે તેમની વાપસી થાય પણ છે, તો તે લોકસભા ચૂંટણી બાદ જ શક્ય બની શકશે.

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, એડમ સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીની નજીક છે. ત્યારે સીપીએમમાં વિરોધી જૂથ ઈચ્છતું હતું કે એડમને પ્રાદેશિક સચિવ પદેથી હટાવવામાં આવે. એડમની બરતરફીને એક મોટું પગલું માનવામાં આવે છે.

જો કે સીપીએમ દ્વારા આ કાર્યવાહીને શિસ્તભંગના પગલા હેઠળની કાર્યવાહી નામ આપ્યું છે. પરંતુ આ સસ્પેન્શનની અસર લોકસભા ચૂંટણી સુધી જોવામાં આવશે. ત્રણ માસના તેમના સસ્પેન્શનની મુદ્દત લોકસભા ચૂંટણી બાદ જ સમાપ્ત થઈ શકશે. પાર્ટીની બેઠકોમાં હવે તેમને જૂન અથવા જુલાઈમાં જ ભાગ લેવાનો મોકો મળી શકશે. ત્યાં સુધી લોકસભા ચૂંટણી સંપન્ન થઈ ચુકી હશે.

મહારાષ્ટ્રમાં સીપીએમ લોકસભા ચૂંટણીઓની તૈયારીમાં લાગેલી છે. મહારાષ્ટ્રમાં તેના એનસીપી સાથેના જોડાણના મુદ્દે વાતચીત ચાલી રહી છે. ડિંડોરી અને પાલઘર બેઠક મટે સીપીએમ જોર લગાવી રહી છે, કારણ કે આ બંને મતવિસ્તારોમાં તેના સારા એવા વોટર્સ છે.

સીપીએમએ તાજેતરમાં કહ્યુ છે કે ભાજપની હાર અને કેન્દ્રમાં ધર્મનિરપેક્ષ સરકાર બનાવવા માટે ભાજપની સાથે સીધી ટક્કરની સ્થિતિમાં તેઓ કોંગ્રેસને ટેકો આપશે. સીપીએમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં તેઓ એ છ બેઠકો પર સાથે મળીને ચૂંટણી નહીં લડે, જેના ઉપર કોંગ્રેસ અને ડાબેરી મોરચાનો કબજો છે. સીપીએમની કેન્દ્રીય સમિતિએ પહેલા નિર્ણય કર્યો હતો કે પાર્ટી ભાજપ અને ટીએમસી વિરુદ્ધ વોટ મેળવવા માટેની રણનીતિ બનાવશે.

LEAVE YOUR COMMENT