SPORTS

ક્રિકેટ જગત: ઓલિમ્પિકમાં ક્રિકેટ અને આઈપીએલમાં નવી બે ટીમ મુદ્દે થશે ચર્ચા

  • IPLમાં 2 નવી ટીમો પર 24 ડિસેમ્બરે થશે નિર્ણય
  • બોર્ડ આ એજીએમમાં 23 મુદ્દાઓ પર કરશે ચર્ચા
  • ઓલિમ્પિકમાં ક્રિકેટ અંગે થશે BCCI AGMમાં ચર્ચા

મુંબઈ: ભારતીય ક્રિકેટ બોર્ડ 24 ડિસેમ્બરે તેની 89મી વાર્ષિક સામાન્ય સભા યોજશે. બોર્ડ આ એજીએમમાં 23 મુદ્દાઓ પર ચર્ચા કરશે, જેમાં 2 મુદ્દાઓ પર સૌથી વધુ ધ્યાન દોરવામાં આવ્યું છે. 1 – આઈપીએલમાં 2 નવી ટીમોનો સમાવેશ કરવાની મંજૂરી અને 2 – 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ અંગે બીસીસીઆઈના વલણની ચર્ચા થશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે તમામ રાજ્ય એસોશિએશનને એક ઇમેઇલ દ્વારા 24 ડિસેમ્બરે યોજાનારી એજીએમની માહિતી આપી હતી.

બોર્ડ સેક્રેટરીના ઇમેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે, એજીએમ 24 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે,પરંતુ તેનું સ્થળ હાલમાં નક્કી કરવામાં આવ્યું નથી અને ટૂંક સમયમાં રાજ્યોને તેના વિશે જાણ કરવામાં આવશે. બોર્ડે તમામ રાજ્ય સંગઠનોને એજીએમમાં જોડાવા જણાવ્યું છે. આ વર્ષે કોરોનાવાયરસ સંક્રમણને કારણે આ એજીએમ સમયપત્રક પર થઈ શક્યું નથી.

એક રીપોર્ટ મુજબ, આ એજીએમ માટે બોર્ડએ 23 મુદ્દા તૈયાર કર્યા છે, જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, તો ઘણા નિર્ણયો પર મહોર લગાવામાં આવશે. તેમાંથી આઈપીએલમાં બે નવી ટીમોનો સમાવેશ સૌથી મહત્વપૂર્ણ છે.

યુએઈમાં આઈપીએલ 2020ના અંત પછી તરત જ સતત 2 નવી ટીમોનો સમાવેશ કરવાના સમાચાર ઉડવાનું શરૂ થઇ ગયું હતું. હવે બોર્ડ તરફથી આ મુદ્દે પહેલીવાર સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી છે. જોકે, તે સ્પષ્ટ થયું નથી કે આ નવી ટીમો 2021ની સીઝનમાં જ સામેલ થશે કે કેમ અથવા 2022માં તેમને લીગનો ભાગ બનાવવામાં આવશે.

આ સિવાય ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશનો મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. ઘણા સમયથી ક્રિકેટ ખાસ કરીને ટી -20 ફોર્મેટને દુનિયાની સૌથી મોટી રમતગમત આયોજનમાં ભાગ લેવાની માંગ થતી રહે છે. બીસીસીઆઈએ હજી સુધી તેનું સમર્થન કર્યું ન હતું, પરંતુ હવે બોર્ડ તેના પર કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ રાહુલ દ્રવિડે પણ ટી 20 ક્રિકેટને ઓલિમ્પિકનો ભાગ બનવાની હિમાયત કરી હતી. બીજી તરફ, 2022 ના કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી 20 ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવામાં, બીસીસીઆઈની આ એજીએમ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની ભાગીદારી પર મોટો રસ્તો ખુલ્લી શકે છે.

_Devanshi