REGIONALગુજરાતી

અમદાવાદની જેમ રાજકોટમાં પણ કર્ફ્યું : કોરોના વધતા તંત્ર એલર્ટ

  • અમદાવાદની જેમ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યું
  • આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ થશે
  • કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર થયુ સજ્જ

રાજકોટ શહેરમાં આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરુ થઇ જશે. આ સાથે જ સુરત અને વડોદરામાં પણ કર્ફ્યૂ લાગુ થશે. શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટ ઉપરાંત વડોદરા અને સુરત માટે પણ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યાની જાહેરાત કરી છે અને લોકોને ન ગભરાવા અને સરકારી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે.

શનિવારથી રોજ રાત્રીના 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો  રહેશે, એટલું જ નહિ કર્ફ્યુ દરમિયાન કોઈ અગત્યના કારણસર નીકળ્યાં તો પોલીસ તેના વિરુદ્ધ કડક પગલા લઈ શકે છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે પોલીસ કમિશનરે લોકોને સહયોગ આપવા માટેની અપીલ કરી છે.

હાલ કોરોનાને રોકવા માટે કર્ફ્યુ તો લગાવવામાં આવ્યો છે પરંતુ રાત્રી કર્ફ્યુ દરમિયાન મેડિકલ સેવા તેમજ ઇમર્જન્સી સેવાને છૂટ મળી છે. હવે આગામી આદેશ સુધી આ કર્ફ્યું લાગુ જ રહેશે, કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યાનું જણાવવામાં આવ્યું છે.

કેટલાક અસામાજીક તત્વો દ્વારા ફરીવાર લોકડાઉનની પણ અફવા ફેલાવવામાં આવી રહી છે પરંતુ આ બાબતે મુખ્યમંત્રી રુપાણીએ ખુલાસો કર્યો છે કે લોકડાઉન વિશે જે પણ વાત છે તે અફવા છે અને સરકાર દ્વારા કોઈ લોકડાઉનની તૈયારી નથી. તો અફવાઓ પર પણ ધ્યાન આપવું નહી.

દેવાંશી-

Related posts
REGIONALUncategorizedગુજરાતી

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના પાર્થિવદેહની રાજકોટમાં થશે અંતિમવિધિ

અમદાવાદઃ રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની બીમારીમાં ગઈકાલે નિધન થયું હતું. ચેન્નાઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને…
NATIONALગુજરાતી

રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ

રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના  આ ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ અમદાવાદઃ- રાજકોટ શહેરની કોવિડ – 19 હોસ્પિટલમાં 27 નવેમ્બરના રોજ…
REGIONALગુજરાતી

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી…

Leave a Reply