1. Home
  2. Political
  3. અમદાવાદમાં CWCની બેઠકમાં મોટો નિર્ણય, રાહુલ ગાંધીને મળી ગઠબંધનની જવાબદારી
અમદાવાદમાં CWCની બેઠકમાં મોટો નિર્ણય, રાહુલ ગાંધીને મળી ગઠબંધનની જવાબદારી

અમદાવાદમાં CWCની બેઠકમાં મોટો નિર્ણય, રાહુલ ગાંધીને મળી ગઠબંધનની જવાબદારી

0

58 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદમાં થઈ રહેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને સમાન વિચારધારાવાળી પાર્ટીઓની સાથે ગઠબંધન કરવા માટે અધિકૃત કર્યા છે. સીડબલ્યૂસીની બેટકમાં મોદી સરકારને નિશાને લેવામાં આવી હતી. આ બેઠક પહેલા કોંગ્રેસના તમામ નેતાઓ સાબરમતી આશ્રમ ખાતે ગયા હતા અને મહાત્મા ગાંધીની તસવીર પર પુષ્પમાળા અર્પણ કરી હતી.

કોંગ્રેસ પહેલેથી જ ગઠબંધનને લઈને કોશિશો કરતી રહી છે. કોંગ્રેસની કોશિશ લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનની સાથે જવાનો છે. જો કે સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ઉત્તરપ્રદેશમાં કોઈપણ પ્રકારના ગઠબંધનની સંભાવનાઓનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

સોમવારે કોંગ્રેસના મોટા નેતા અહમદ પટેલે કહ્યુ હતુ કે રાજ્યમાં (યુપીમાં) તેમના વિકલ્પો ખુલ્લા છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી પ્રદેશ નેતૃત્વના દબાણમાં આમ આદમી પાર્ટીને ગઠબંધન માટે ઈન્કાર કરી ચુકી છે.

કોંગ્રેસના નેતાઓએ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકાર પર નિશાન સાધ્યા છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું છે કે રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી કરીને રાજકારણ રમાઈ રહ્યું છે. મોદી પીડિત બનવાની કોશિશ કરે છે, જ્યારે અસલી પીડિત જનતા છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન  ડૉ. મનમોહનસિંહે કહ્યુ છે કે લોકોને યુપીએ સરકારની સિદ્ધિઓ જણાવવાની જરૂરત છે. સરકાર ખોટો પ્રચાર કરી રહી છે. ખરાબ નીતિઓને કારણે અર્થવ્યવસ્થા ખરાબ થઈ રહી છે.

LEAVE YOUR COMMENT