REGIONALગુજરાતી

સાયબર ક્રાઈમ GTUના એક્સપર્ટની મદદથી સાયબર ગુનાનો ભેદ ઉકેલશે

  • GTU અને પોલીસ વચ્ચે થશે MOU
  • ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં થયો વધારો
  • દર મહિને સરેરાશ 250થી વધારે થાય છે અરજી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઈ-શોપિંગ તરફ વળ્યાં છે. બીજી તરફ સાયબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. ગુજરાતમાં દર મહિને સરેરાશ 250થી વધારે સાયબર ગુનાને લઈને અરજી સાયબર ક્રાઈમમાં થાય છે. ત્યારે હવે સાયબર ક્રાઈમની ટીમ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના એક્સપર્ટની મદદથી ગુનાઓનો ભેદ ઉકેલશે.

ઈન્ટરનેટના ઉપયોગ વધવાની સાથે સાયબર ક્રાઈમના ગુનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં જ દર 2 દિવસે એક સાઇબર ક્રાઇમના ગુનાની અરજી પોલીસ ચોપડે નોંધાય છે. જે અંતર્ગત દર મહિને 15થી વધુ ગુનાઓ સાઇબર ક્રાઈમના સામે આવે છે. તેવી જ રીતે સમગ્ર રાજ્યમાં 250થી વધુ સાઇબર ક્રાઇમની અરજીઓ પોલીસને મળે છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને પોલીસે હવે સાઇબરના ગુનાઓને સાથે મળીને ઉકેલવાનું નક્કી કર્યું છે. આ મામલે પોલીસ વિભાગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી વચ્ચે MoU કરવામાં આવશે. GTU તરફથી MoU માટે ડ્રાફ્ટ બનાવીને પોલીસ તંત્રને સુપ્રત કરાયો છે. પોલીસની સાઇબર સિક્યોરીટીની ટીમમાં GTUના એક્સપર્ટ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. આમ GTUના સાઇબર એક્સપર્ટની મદદથી સાઇબર ગુના ઉકેલવામાં પોલીસને મદદ મળશે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સાઇબર સિક્યોરીટી સેલની ટીમ તૈનાત કરવાનું નક્કી કરાયું છે. જિલ્લા દીઠ એક પોલીસ સ્ટેશનમાં સાઇબર સિક્યોરીટીની ટીમ કાર્યરત કરવામાં આવશે. જિલ્લામાં સફળતા બાદ તાલુકા કક્ષાએ પણ ટીમ ભવિષ્યમાં કાર્યરત કરવામાં આવશે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાતમાં નવા 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાશે

શહેરી વિસ્તારની સોસાયટીમાં CCTV લગાવાશે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી CCTV સીસીટીવી 34 જિલ્લાના મુખ્ય મથકો ઉપર લગાવાશે કેમેરા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટ…
REGIONALગુજરાતી

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને ટ્રાફિક મેનેજમેન્ટના પાઠ ભણાવાશે

IIM ઈન્દોર સાથે ગુજરાત યુનિવર્સિટીએ કર્યા MOU અમદાવાદના સ્વચ્છ સિટી બનાવવાનો પ્રયાસ અમદાવાદઃ રાજ્યના હેરિટેઝ સિટી અમદાવાદમાં સ્વચ્છતાને લઈને મનપા દ્વારા પ્રયાસો…
REGIONALગુજરાતી

અમદાવાદમાં સાયબર ક્રાઈમને અટકાવવા પોલીસનો નવતર પ્રયોસ

પોલીસે યુટ્યુબ ચેનલની કરી શરૂઆત લોકોને ગુનેગારોથી સાવચેત રહેવા અપાશે માહિતી અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં સ્માર્ટ ફોનનો મોબાઈલ ફોનનો ઉપયોગ વધવાની સાથે સાયબરક્રાઈમમાં…

Leave a Reply