in , ,

‘વાયુ’ વાવાઝોડાંનો ડર, ગુજરાત જનારી ઘણી ટ્રેનો થઈ રદ્દ

ગુજરાત પર વાવાઝોડા વાયુના ખતરાને જોતા પશ્ચિમ રેલવેએ ઘણી ટ્રેનોને રદ્દ કરી છે. રેલવેએ વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર,ભુજ અને ગાંધીધામ જનારી તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ્દ કરી છે.

ટ્રેનો બુધવારે સાંજે છ વાગ્યાથી 14 જૂન સવાર સુધી રદ્દ કરવામાં આવી છે. ત્યારે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે દરેક સ્ટેશનથી એક વિશેષ ટ્રેન પણ ચલાવવામાં આવશે.

સમુદ્રી વાવાઝોડું વાયુ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તટ તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે સવાર સુધીમાં વાવાઝોડાના અહીં પહોંચવાની શક્યતા છે. વાવાઝોડાની અસર ઓછી કરવા માટે પ્રશાસન તરફથી રાહત અને બચાવ કામગીરી માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

કચ્છના કંડલા પોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યાં એનડીઆરએફની ટીમ પોર્ટ પર રહેતા લોકો અને માછીમારોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી રહી છે.

એનડીઆરએફની 51 ટીમો અલગ-અલગ સ્થાનો પર તેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખુદ રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે.

હવામાન વિભાગે ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં વાવાઝોડાના આવવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે, અરબી સમુદ્ર પરથી ઉઠનારા વાવાઝોડાં વાયુની 75 કિલોમીટરથી લઈને મહત્તમ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે રાજ્યના ઘણાં વિસ્તારોમાં ત્રાટકશે.

વાવાઝોડું 12-13 જૂને સૌરાષ્ટ્રના તટવર્તી વિસ્તારમાં દસ્તક દે તેવી શક્યતા છે. વાવાઝોડાંને કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહીતના તટવર્તી વિસ્તારો વેરાવળ, ભુજ અને સૂરતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આઈએમડી પ્રમાણે, 90-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને અરબી સમુદ્રના ઉત્તરપૂર્વ વિસ્તારોમાં તેની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભાજપ સંસદીય દળની રચના, લોકસભામાં રાજનાથ પાર્ટીના ઉપનેતા, રાજ્યસભામાં થાવરચંદ ગહલોત પાર્ટીના નેતા

હિમાચલ પ્રદેશ: કુલ્લૂમાં વરસાદ, રોહતાંગમાં બરફવર્ષાથી લોકોએ લીધો રાહતનો શ્વાસ