in , ,

દરિયાના ઉછળતાં મોજા જોતા વાયુ વાવાઝોડાંનો ખતરો હજુ ટળ્યો નથી, આગામી 24 કલાક મહત્વના

ગુજરાત પર હજીપણ વાયુ વાવાઝોડાંનો ખતરો ટળ્યો નથી. આગામી 2 કલાક રાજ્ય માટે બેહદ મહત્વના હોઈ શકે છે. ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં હજી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ થઈ રહ્યો છે. તેની વચ્ચે સમુદ્ર હજી પોતાના વિકરાળ સ્વરૂપમાં છે. રાજ્યમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલી એનડીઆરએફના ડીજી એસ. એન. પ્રધાને કહ્યુ છે કે આગામી 24 કલાક મહત્વના છે. ગુજરાતમાં 52થી વધુ એનડીઆરએફની ટુકડીઓ તેનાત છે. ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં હજીપણ એલર્ટ છે.

એનડીઆરએફના ડીજી એસ.એન. પ્રધાને કહ્યુ છે કે ખતરો હજી ટળ્યો નથી. માટે કોઈપણ વ્યક્તિ તટવર્તી વિસ્તારમાં જાય નહીં. તેમણે કહ્યુ છે કે હજી 2 કલાક રાહ જોવો. અફવાઓ પર વિશ્વાસ કરો નહીં અને ધીરજથી શેલ્ટર કેમ્પમાં રહો. હવામાન વિભાગે પણ કહ્યુ છે કે લેન્ડફોલ થઈ રહ્યો નથી. પરંતુ હવાની ગતિ વધારે હશે અને વધારે સમય સુધી રોકાશે.

વાયુ વાવાઝોડાં પહેલા તટવર્તી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સમુદ્રની ઊંચી-ઊંચી લહેરો ઉઠી રહી છે. માધવપુરના વિખ્યાત શિવમંદિર પાસે તટ પર બનેલા શિવલિંગને દરિયાના મોજા સ્પર્શી રહ્યા છે. વહીવટી તંત્ર તરફથી સતત લોકોને સમુદ્રની પાસે નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે પહેલા એવું કહેવામાં આવતું હતું કે વાવાઝોડું વાયુ ગુજરાતના તમામ વિસ્તારોને અસર પહોંચાડે તેવી શક્યતા છે. પરંતુ હવે વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ છે. તેના કારણે ખતરો હજી માત્ર તટવર્તી વિસ્તારોમાં જ છે. એટલે કે સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં છે. રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર તરફથી પણ આના સંદર્ભે નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ અનહોનીનો સામનો કરવા માટે એનડીઆરએફની 52, એસડીઆરએફની 9 અને એસઆરપીની 14 કંપનીઓને તેનાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વાહન વ્યવહારને અસરઃ ટ્રેનો રદ કરાઈ

બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની જાહેરહિતની અરજી, સુપ્રીમ કોર્ટ શુક્રવારે કરશે સુનાવણી