in , ,

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભારે વરસાદના પગલે ડેમ તૂટ્યોઃ 6ના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના નગરોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રત્નાગિરીમાં પાણીના ઓવરફ્લોના કારણે તિવેર ડેમ તૂટ્યો હતો. જેથી આસપાસના 7 જેટલા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ હોનારહતમાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે જ્યારે હજુ 24 લોકો ગુમ છે. ડેમ તૂટતા પાણીના ધસમસતા પ્રવાહમાં ડેમ પાસે બનાવવામાં આવેલા 12 ઘર પાણીમાં તણાઈ ગયા હતા.

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં લગભગ 48 લોકોના મોત થયા છે. જ્યારે 75 લોકો ઘાચયલ થયા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. આ ઉપરાંત પૂણે, ઠાણે, નાસિક અને રત્નાગિરી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં સતત વરસાદના કારણે તિવેર ડેમ ઓવરફ્લો થયો હતો. દરમિયાન અચાનક ડેમ તૂટ્યો હતો. રાત્રે તિવેર ડેમના આસપાસના વિસ્તારમાં લોકો સૂઈ રહ્યાં હતા ત્યારે આ હોનારત સર્જાઈ હતી. ડેમ તૂટતા આસપાસના 7 જેટલા ગામો પાણીમાં ડુબી ગયા છે. તેમજ 24થી વધારે લોકો ગુમ થયા છે. આ બનાવની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ, એનડીઆરએફની બચાવટીમ અને સ્થાનિકો સ્થળ પર દોડી ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ડેમની નજીક બનેલા 12 જેટલા ઘરમાં રહેતા લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાનું જાણવા મળે છે. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાય ગયેલા લોકો નીચાણવાળા વિસ્તારમાંથી મળી આવવાની શકયતા છે. આ હોનારતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મુંબઈ અને પૂણેમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં 33થી વધારે લોકોના મોત થયા હતા. જ્યારે રત્નાગિરીમાં ડેમ તૂટી જતા તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મુંબઈમાં 45 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ, મલાડ દુર્ઘટનામાં 21ના મોત, બીએમસી પર ઉઠયા સવાલ

પાટણમાં હવસખોર તબીબ પિતાના આશીર્વાદથી ITIની ડીગ્રી ધરાવતો પુત્ર દર્દીઓની સારવાર કરતો