1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસમાં એન્ટિબાયોટિક જોખમી – WHOની ચેતવણી
કોરોના વાયરસમાં એન્ટિબાયોટિક જોખમી – WHOની ચેતવણી

કોરોના વાયરસમાં એન્ટિબાયોટિક જોખમી – WHOની ચેતવણી

0
  • એન્ટિબાયોટિક કોરોના માટે જીવલેણ બની શકે છે-WHO
  • WHOએ આપી ચેતવણી

સમગ્ર દેશભરમાં કોરોના નામક વાયરસે હાહાકાર મચવ્યો છે,કોરોનાના દર્દીને સાજા કરવા માટે એન્ટિબાયોટિકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બાબતે એક ચેતવણી ઉચ્ચારી છે,WHO મુજબ એન્ટિબાયોટિકનો ઉપયોગ કોરોનાના દર્દીઓ માટે ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

WHOના ડિરેક્ટર જનરલે મીડિયા સાથે કેલી વાતચીતમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો, WHOના ડિરેક્ટર જનરલના કહેવા પ્રમાણે કોરોચેના વાયરસના દર્દીઓને સાજા કરવા માટે જે એન્ટિબાયોટિક દવાઓનો ઉયોગ કરવામાં આવે છે જેના કારણે વાયરસની પ્રતિરધક ક્ષમતામાં વધારો થાય છે,જે માનવ શરીર માટે નુકશાન કારક અને જીવલેણ સાબિત થઈ શકે છે,

WHOના ડિરેક્ટર જનરલે ગેબ્રેયેસસે વધુમાં જણાવ્યું કે,, એન્ટિબાયોટિકની જરૂર માત્રને માત્ર એ જ દર્દીઓમાં જરુર પડે છે જે દર્દીમાં બેક્ટેરિયાના ચેપનું વધુ જોખમ છે.જો કે આ પ્રકારના દર્દી ખુબ જ ઓછા જોવા મળતા હોય છે.જે દર્દીઓની સ્થિતિ ખરાબ ન હોય તેવા દર્દીઓને એન્ટિબાયોટિક થેરપી તો ન જ આપવી જોઇએ.

ગેબ્રેયેસસે કહ્યું કે એન્ટિમાઈક્રોબાયલ પ્રતિરોધનો ખતરો આપણા સમયના સૌથી મોટા પડકાર પૈકી એક છે. આ સ્પષ્ટ છે કે દુનિયા ગંભીર રીતે મહત્ત્વપૂર્ણ એન્ટિમાઈક્રોબાયલ દવાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા ગુમાવી રહી છે. જોકે અનેક ગરીબ દેશોમાં આ દવાઓનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે.

(SAHIN)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.