1. Home
  2. ગુજરાતી
  3. પ્રદર્શનકારીઓને રોકવા ડીસીપીએ ગાયું રાષ્ટ્રગીત – આક્રોશ વચ્ચે પણ જોવા મળી ભારતીયતા,માહોલમાં શાંતિ ફેલાઈ
પ્રદર્શનકારીઓને રોકવા ડીસીપીએ ગાયું રાષ્ટ્રગીત – આક્રોશ વચ્ચે પણ જોવા મળી ભારતીયતા,માહોલમાં શાંતિ ફેલાઈ

પ્રદર્શનકારીઓને રોકવા ડીસીપીએ ગાયું રાષ્ટ્રગીત – આક્રોશ વચ્ચે પણ જોવા મળી ભારતીયતા,માહોલમાં શાંતિ ફેલાઈ

0
  • લોકોને શાંત કરવા ડીસીપીએ રાષ્ટ્રગીત ગાયું
  • એકઠા થયેલા લોકોએ પર ડીસીપીના સૂરમાં સૂર પુરવ્યા
  • રાષ્ટ્રગીતથી વાતાવરણમાં શાંતિ ફેલાઈ
  • પ્રદર્શન કરનારા લોકોએ પણ ભારતીયતા દાખવી
  • શાંતિ પૂર્ણ રીતે લોકો ત્યાથી રવાના થઈ ગયા
  • વિરોધ વચ્ચે ઇઠ્યા શાંતિના સૂર

નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનકારીઓએ હિંસક રુપ ઘારણ કર્યું છે,દેશના જુદા-જુદા ભાગોમાંથી પત્થરમારો અને આંગ ચાંપવાની ઘટનાઓ સામે આવી રહી છે,આ સમગ્ર ધટનાઓ વચ્ચે દેશના રાજ્ય કર્ણાટકના શહેર બંગલુરુમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને દરેક વિરોઘકારો કે સામાન્ય માણસોની દેશ પ્રત્યેની લાગણી સહજ રીતે દેખાઈ આવે છે.

આટલા આકરા વિરોઘ વચ્ચે પણ આ  ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે કે ભારતના નાગરિકો ગમે તેટલા વિરોઘના પડઘા પાડે, પરંતુ દેશ પ્રત્યેની તેમની લાગણીઓ આજે પણ યથાવત છે,દેશ પ્રત્યે તેમનું સમ્માન જોવા મળ્યું હતું.અને સાબિત થયું હતું કે દરેક લોકો છે તો ભારતીય જ છે બસ કેટલાક અસામાજિક તત્વોની ઉશ્કેરણીનો ભોગ બનતા લોકો વિરોઘ તરફ ડગલું માંડે છે.

ઘટના જાણે એવી હતી કે,નાગરિકતા કાયદાના વિરોઘ માટે અનેક લોકો બેંગલુરૂના ટાઉનહોલમાં એકઠા થયા હતા,પોલીસ જવાનો તેઓને ત્યાથી જતા રહેવા વિનંતી કરી રહ્યા હતા,છત્તા પણ એક પણ પ્રદર્શનકારી ત્યાથી હટતા નહોતા,ત્યાર બાદ બેંગલુરુ સેન્ટ્રલના ડીસીપી આ સ્થળ પર આવી પહોચ્યા,અને ત્યા એકઠા થયેલા પ્રદર્શનકારીઓને શાંત પાડવા માટે તેમણે અહિંક પલગું ભર્યું,તેમણે અવું કંઈક કર્યું કે ત્યા હાજર દરેક લોકો અચાનક શાંત પડ્યા અટલું જ નહી વિરોઘ કરવાનું છોડીને આ જગ્યા પરથી રવાના પણ થઈ ગયા.

આ વિરોઘ વચ્ચે ડીસીપી ચેતન ઠાકોરએ લોકોને સમજાવ્યા કે,અમારા વચ્ચે સંતાયેલા અસામાજીક તત્વો  ઘટનાનો ફાયદો ઉઠાવીને હુમલો કરતા રહે છે,જેનો શિકાર અનેક નિર્દોષ લોકો થઈ રહ્યા છે.તેમણે લોકોની ભીડને એક વિનંતી કરી અને વિશ્વાસ અપાવ્યો કે મારી સાથે મળીને એક ગીતનું પઠન કરો,ત્યાર બાદ ડીસીપીએ રાષ્ટ્રગીત ગાવાનું શરુ કર્યુ,તેમને રાષ્ટ્રગીત ગાતા સાંભળીને ત્યા ઉપસ્થિત તમામ પ્રદર્શન કરનારાઓએ પણ તેમના સૂરમાં સૂર મિલાવી ઘીમે ઘીમે રાષ્ટ્રગીત ગાવાનું શરુ કર્યું,ત્યાર બાદ ત્યા ઉપસ્થિત દરેક લોકો જગ્યા છોડીને ઘીરે ઘીરે રવાના થવા લાગ્યા,આ રીતે ડીસીપીના રાષ્ટ્રગીત ગાવાથી આક્રોશના સૂર વચ્ચે શાંતિ સ્થાઈ અને લોકો હિંસાથી અહિંસા તરફ વળ્યા.

આ જ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં જોવા મળી હતી જ્યારે પોલીસ કર્મીઓ દ્વારા ધરપકડ કરાયેલા લોકોને ભોજન પાણીની સુવિઘા આપવામાં આવી હતી.દેશને હિંસક પ્રદર્શનની નહી અહિંસક પ્રદર્શનની જરુર છે,ભારતનો નાગરિક સ્વતંત્ર છે,તે કોી પણ વાતનો વિરોઘ કરવાનો હક્ક ઘરાવે છે પરંતુ એનો અર્થ એ નથી કે તે દેશની જનતા અને સરકારની સંપત્તીને નુકશાન પહોંચાડે,વિરોઘ કરવાની પણ એક સાચી રીત હોય છે ,વિરોઘ પ્રદર્શન હંમેશા કાયદામાં રહીને કરવું જોઈએ,આજે ભારતના દરેક નાગરિકના હ્દયમાં ભારતીયતા સમાયેલી જ છે,તો શા માટે લોકોએ અસામાજીક કેટલાક લોકોની વાતોમાં આવીને આાવા હિંસક પગલા ભરવા જોઈએ.ભારત દેશ શાંતિનું અને ભાઈચારાનું પ્રતિક છે તો તેને એજ બની રહેવાદો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.