INTERNATIONALNATIONALગુજરાતી

કોરોના વાયરસથી જાપાનમાં પ્રથમ મોત- 121ના મોત સાથે ચીનમાં મૃત્યુઆંક 1500ને પાર

  • ચીનમાં કોરોનાનો કહેર
  • જાપાનમાં કોરોનાના ચેપથી એકનું મોત
  •  હોંગકોંગમાં 1 અને ફિલિપીન્સમાં એક વ્યક્તિનું મોત
  • જાપાન ક્રુઝમાં 138 ભારતીયો પણ ફસાયા છે

તાજેતરમાં ચીન દેશમાં કોરોનાએ કહેર ફેલાવ્યો છે,ચીનના વુહાનથી ઉત્પન્ન થયેલા  કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ પેદા કર્યો છે,તે સાથે જ જીવલેણ કોરોનાએ જાપાનમાં પણ એકનો જીવ લીધો છે,જાપાનમાં સ્વાસ્થ્ય મંત્રીએ ખરાઈ કરી છે કે કોરોનાના કારણે એક 80 વર્ષીય મહિલાનું મોત થયું છે.તો તે સાથે જ ચીનમાં મૃત્યુઆંક 1500ને પાર થઈ ચૂક્યો છે.

જાપાનના યોકોહામા તટ પર ઊભા રેહાલા ડાયમંડ પ્રિંન્સેસ ક્રુઝ પર કોરોનાના 28 નવા કેસ સામે આવ્યા છે,આ રીતે હવે  ક્રુઝ પર કોરોનાના દર્દીઓની સંખ્યા 218 સુધી પહોંચી છે.તે સાથે  ક્રુઝ પર રહેલા અધિકારોને પણ  ચેપ લાગ્યો છે.

કોરોના વિશ્વના બીજા અનેક દેશોમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે,સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રી કાત્સુબોન કાતોના હવાલાથી જાણાવ્યું કે,80 વર્ષના એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેનું મોત થયું છે.મોત બાદ રિપોર્ટમાં કોરોના વાયરસ પોઝેટિવ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ક્રુઝ પર કુલ 3711 લોકો એક અઠવાડીયાથી ફસાયેલા છે,આ ક્રુઝમાં હોંગકોંગથી સવાર થયેલા એક વ્યક્તિમાં કોરોનાના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા તે સાથે જ 138 ભારતીયો પમ  જ ક્રુઝમાં સવાર છે તપાસ દરમિયા આ ભારતીયો કોરોના લક્ષણો શંકાસ્પદ જોવા મળ્યા છે.ભારતીય એજન્સી જાપાન સાથે આ અંગે સતત સંપર્કમાં છે.

ચીનમાં પૃષ્ટી થયેલા કેસની સંખ્યા 65 હજાર છે,તો તે સાથે જ 1500 લોકો કોરોના વાયરસના કારણએ જીવ ગુમાવી ચૂક્યા છે.શુક્રવારના રોજ 121 લોકોના મોત થયા હતા,જ્યારે ગુરુવારના રોજ એક દિવસમાં સોથી વધુ મોતનો આકંડો 25 સામે આવ્યો હતો. બાર્સેલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. 24 થી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ઇવેન્ટ  હવે રદ કરવામાં આવી છે.

ભારતમાં કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર ખુબ જ સતર્ક બની છે.પ્રધાનમંત્રી માદીના આદેશ પર ક ઉચ્ચ સ્તરિય મંત્રી સમૂહ બનાવવામાં આવ્યું છે.જે લોકો કોરોના સામે લેવામાં આવતા પગલા પર સતત તૈયારીઓ અને નજર રાખે છે તે સાથે જ પરિસ્થિતિનું  અવાર નવાર નિરિક્ષણ કરતા રહે છે.

(સાહીન)

Related posts
INTERNATIONALPolitical

કોરોનાવાયરસ સામે લાચાર થતું અમેરિકા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મોટો પડકાર

અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વના તમામ દેશો માટે એવું સંકટ બનીને ઉભી છે જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર જોવા મળી રહી…
NATIONALગુજરાતી

નિ:શુલ્ક કોરોના ટેસ્ટનો મેસેજ આવે તો ચેતજો, બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

– મોબાઈલમાં આવે છે ફ્રી કોરોના ટેસ્ટનો મેસેજ આવે છે – તે મેસેજ પર ક્લિક કરવાથી તે વાઇરસ સિસ્ટમમાં આવી જાય છે…
HEALTHCARENATIONAL

સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા, જેની કિમત માત્ર આટલા રૂપિયા છે... જાણો

સન ફાર્માએ લોન્ચ કરી કોરોનાની દવા ફ્લુગાર્ડ જેની કિમત માત્ર 35 રૂપિયા છે હળવાથી મધ્યમ કોવિડ -19 લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અસરકારક…

Leave a Reply