in ,

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ ઘટ્યાં, સુરતમાં પોઝિટિવ કેસમાં વધારો

  • 24 કલાકમાં 620 પોઝિટિવ કેસ નોંધાયાં
  • અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના વધારે 620 કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. 24 કલાકમાં અમદાવાદ કરતા સુરતમાં વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદમાં 197 કેસ નોંધાયાં હતા. જ્યારે સુરતમાં 199 કેસ સામે આવ્યાં હતા.

રાજ્યમાં અમદાવાદ અને સુરત ઉપરાંત આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં શહેરમાં 15, કચ્ચમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, ખેડામાં 6, ભાવનગર, રાજકોટ શહેરમાં 5-5, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 3, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, નવસારી, મોરબીમાં 2-2, રાજકોટમાં, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, અન્યરાજ્યનો એક મળીને 620 કેસ નોંધાયાં હતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપીને સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારત બાદ હવે અમેરિકાએ ચીનની બે કંપનીઓને ગણાવી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

ચીનની ભારતમાં વેપાર માટે નવી ચાલ, હોંગકોંગ અને સિંગાપોર મારફતે કરી શકે છે રોકાણ