1. Home
  2. ગુજરાતી
  3. એનિવર્સરિના દિવસે ટ્રેડિશનલ લૂકમાં દીપિકા-રણવીર તિરુપતિ મંદિર પહોંચ્યા
એનિવર્સરિના દિવસે ટ્રેડિશનલ લૂકમાં દીપિકા-રણવીર તિરુપતિ મંદિર પહોંચ્યા

એનિવર્સરિના દિવસે ટ્રેડિશનલ લૂકમાં દીપિકા-રણવીર તિરુપતિ મંદિર પહોંચ્યા

0

14 નવેમ્બરના રોજ બોલિવૂડ સુપરસ્ટાર  રણવિર સિંહ અને દિપીકા પાદુકોણની પહેલી મેરેજ એનિવર્સરિ છે,આ ખાસ દિવસેને સેલિબ્રેટ કરવા માટે દિપીકા અને રણવીર આંઘ્રા પ્રદેશના તિરુપતિ સ્થિત વૈંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા. આ કપલે તેમની પહેલી વર્ષગાઠ ભગવાનના દર્શન કરીને મનાવી હતી.તે સાથે જ બન્નેના પરિવારના સભ્યો પણ તેમની સાથે જોવા મળ્યા.

https://www.instagram.com/p/B41VB8ngkKK/?utm_source=ig_web_copy_link

ત્યાકરે આજના  ખાસ દિવસે મંદિરના પરિસરમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ખુબ જ સુંદર ટ્રેડિશનલ લૂકમાં ક્લિક થયા હતા,જેમાં દીપિકાએ સુંદર લાલ કલરની સાડી પહેરી છે અને સેથીમાં સિંદુર પુરેલું હતું,એક વર્ષ બાદ ફરી આજે તેઓ ન્યુ મેરીડ કપલ લુકમાં જોવા મળ્યા છે, બન્ને ને જોઈને જાણે એમ લાગી રહ્યું હતું કે તેઓ હાલ જ લગ્નના બંઘનમાં બંઘાયા છે.

ઉલ્લેખનીય છે કે આ કપલને લોકોએ દિપવીરનું નામ આપ્યું છે,બોલિવૂડમાં બન્નેની કેમેસ્ટ્રી ખુબ જ વખાણાય છે,આ કપલ બોલિવૂડનું ફેમસ કપલ છે જે કંઈકને કંઈક રીતે હમેંશા ચર્ચામાં આવતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.