1. Home
  2. Political
  3. બાલાકોટ એરસ્ટ્રાઈક પર વિપક્ષોનો સવાલોનો “ચક્રવ્યૂહ”: શું કહી રહ્યા છે મોટા સંરક્ષણ નિષ્ણાતો?
બાલાકોટ એરસ્ટ્રાઈક પર વિપક્ષોનો સવાલોનો “ચક્રવ્યૂહ”: શું કહી રહ્યા છે મોટા સંરક્ષણ નિષ્ણાતો?

બાલાકોટ એરસ્ટ્રાઈક પર વિપક્ષોનો સવાલોનો “ચક્રવ્યૂહ”: શું કહી રહ્યા છે મોટા સંરક્ષણ નિષ્ણાતો?

0

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોના શહીદ થયા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકની આસપાસ ઘણાં વણઉકેલ્યા સવાલોનો ચક્રવ્યૂહ વિપક્ષો દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવાર પણ હવે એ વાતના પુરાવા માંગવા લાગ્યા છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના બાલાકોટમાં કેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ વિદેશી મીડિયાએ દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષી દળ પણ વિદેશી મીડિયાને ટાંકીને સરકારને સવાલો પુછીને લોકસભાની ચૂંટણી પહેલા જ એક ચક્રવ્યૂહ તૈયાર કરવા માંગે છે.

સોસાયટી ફોર પોલિસી સ્ટડીઝના નિદેશક અને જાણીતા સંરક્ષણ નિષ્ણાત સી. ઉદય ભાસ્કરનું માનવું છે કે લોકશાહીમાં આવા સવાલ પુછવા દેશદ્રોહ નથી. 1962માં ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ દરમિયાન પણ તત્કાલિન સરકારને સવાલ પુછવામાં આવ્યા હતા. બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઈક સાથે જોડાયેલા ઘણાં સવાલો એવા છે કે જેનો જવાબ માંગવામાં આવ્યો છે.

બાલાકોટમાં કેટલા આતંકવાદીઓ ઠાર થયા?

એર સ્ટ્રાઈકના અહેવાલો આવ્યા બાદ બાલાકોટમાં 300 આતંકીઓ ઠાર થયા હતા. બાદમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો હતો કે અઢીસો આતંકીઓ ઠાર થયા હતા. અમિત શાહના દાવા પર વિદેશ રાજ્ય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ કહી રહ્યા છે કે અમિત શાહના આંકડા માત્ર એક અનુમાન છે.

જ્યારે એર વાઈસ માર્શલ આર. જી. કે. કપૂરનું કહેવું છે કે એવા પુરાવા છે કે જે લક્ષ્ય હતું, તેના પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તો એર સ્ટ્રાઈકના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીએ વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ છે કે ગુપ્ત માહિતીના આધારે વાયુસેનાએ આગમચેતીના પગલા હેઠળ બિનલશ્કરી કાર્યવાહી કરી હતી અને તેમા મોટી સંખ્યામાં આતંકવાદીઓ, આતંકી કમાન્ડરો અને ટ્રેનરો માર્યા ગયા હતા.

સેવાનિવૃત્ત સૈન્ય અધિકારી એર વાઈસ માર્શલ કપિલ કાકનું કહેવું છે કે બાલાકોટમાં કેટલા આતંકવાદીઓ ઠાર થયા તેની માહિતી પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને જ ખબર હશે. તેના સિવાય પાકિસ્તાનમાં જે આપણી ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ છે, તેમને પણ જાણકારી હશે.

સંરક્ષણ નિષ્ણાત સી. ઉદય ભાસ્કરનું માનવું છે કે જો વિદેશ સચિવે કહ્યુ છે કે મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે, તો તેમણે કોઈ જાણકારીના આધારે જ આ વાત જણાવી હશે.

બાલાકોટના પુરાવા શું છે?

બાલાકોટમાં એરસ્ટ્રાઈક પર વિપક્ષો સરકાર પાસે પુરાવા માંગી રહ્યા છે. વિપક્ષના સવાલ પર સરકાર સામે પ્રશ્ન પુચી રહી છે કે શું સેના પર વિશ્વાસ નથી?

સેવાનિવૃત્ત એર વાઈસ માર્શલ કપિલ કાકનું કહેવું છે કે યુદ્ધ અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વિરોધાભાસી નિવેદન હોવા જોઈએ નહીં. જ્યારે વાયુસેના અને વિદેશ સચિવે સંખ્યા જણાવી નથી, તો અઢીસોથી ત્રણસોની સંખ્યા ક્યાંથી આવી. ઉપરથી વિદેશ રાજ્ય પ્રધાનના અમિત શાહ દ્વારા જણાવવામાં આવેલી સંખ્યાના બચાવ કરવાથી પણ અફવાઓને પણ બળ આપવા જેવું છે. જો સરકાર પાસે પુરાવા છે, તો તેને બીજા જ દિવસે જનતાની સામે મૂકવા જોઈએ.

કપિલ કાકે કહ્યુ છે કે આજકાલના હથિયાર એવા છે કે જે બિલ્ડિંગ ધ્વસ્ત કરતા નથી. પરંતુ અંદર રહેલા લોકોને મારે છે. સ્પાઈસ-2000 એવો જ એક સ્માર્ટ બોમ્બ છે. જેમાં લેઝ ગાઈડેડ કોઓર્ડિનેટ સેટ કરવામાં આવે છે. તે છતના માર્ગે અંદર જાય છે અને બિલ્ડિંગની અંદર ટાર્ગેટને હિટ કરે છે. તેમણે જણાવ્યુ છે કે વાયુસેના પાસેના જે પણ પુરાવા છે, તે સેટેલાઈટ ઈમેજ, તકનીકથી પ્રાપ્ત થયા હશે. ગુપ્તચર એજન્સી રૉની પાસે પણ આવા સંસાધન છે. જેનાથી ટાર્ગેટની ઈમેજ લઈ શકાય છે. તેને સિન્થેટિક અપર્ચર રડાર કહે છે. તે ગાઢ વાદળમાં પણ તસવીરો લઈ શકે છે.

સંરક્ષણ નિષ્ણાત સી. ઉદય ભાસ્કરે કહ્યુ છે કે વિદેશ સચિવનું સ્પષ્ટતાપૂર્વક કહેવું છે કે ત્યાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કોઈને કોઈ ઈનપુટ પર આધારીત હશે. પરંતુ જનતા અથવા વિપક્ષી દળોના સવાલ પુછવાના અધિકારને પણ નકારી શકાય નહી. તેમણે કહ્યુ છે કે બની શકે કે સરકાર પોતાની સર્વિલાન્સ તકનીકને ઉજાગર કરવા ચાહતી નથી. માટે પુરાવા જાહેર કરી શકાય નહીં. જો કે તેમણે કહ્યુ છે કે આવા પ્રકારન સ્ટ્રાઈકમાં જો આપણે અડધો કલાકની અંદર ઈમેજ લઈ શકીએ છીએ તો ઠીક છે. પરંતુ 2 કલાક વીતી ગયા બાદ દુશ્મન દેશની  પાસે ટાર્ગેટ છૂપાવવાનો પુરતો સમય મળી જાય છે.

શું વિંગ કમાન્ડર અભિનંદને જ તોડી પાડયું એફ-16?

ભારતીય એર સ્ટ્રાઈકના આગામી દિવસે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુક્ષેત્રના ઉલ્લંઘનની કોશિશ કરી હતી. પાકિસ્તાની વાયુસેનાએ ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતી કેટલીક મિસાઈલો પણ છોડી હતી. પરંતુ આમા કોઈ નુકસાન થયું ન હતું. જો કે પાકિસ્તાની યુદ્ધવિમાનનો પીછો કરતા મિગ-21 બાઈસન એરક્રાફ્ટ પર સવાર વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગયા હતા અને તેમનું વિમાન ક્ષતિગ્રસ્ત થયું હતું. પાકિસ્તાની સેનાએ તેમને પોતાની કસ્ટડીમા લીધા હતા. એર વાઈસ માર્શલ આર. જી. કે. કપૂરે એએમઆરએએએમ મિસાઈલના ટુકડા દેખાડીને સાબિત કર્યું છે કે આ મિસાઈલ માત્ર એમ-16 યુદ્ધવિમાનમાં જ ફિટ થઈ શકે છે. તેમણે જણાવ્યુ છે કે બંને વાયુસેનાઓની ડોગ ફાઈટમાં ભારતને એક મિગ-21 વિમાન ગુમાવવું પડયું અને પાકિસ્તાનનું પણ એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું.

ભારત દાવો કરી રહ્યું છે કે તેમણે પાકિસ્તાનના એક એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યું, તો પછી પાકિસ્તાન શા માટે આનો ઈન્કાર કરી રહ્યું છે. પાકિસ્તાનના આવા ઈન્કારની પાછળ અમેરિકા સાથે એફ-16 ઉપયોગ પરની શરતો કારણભૂત હોઈ શકે છે. પરંતુ એ દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની એફ-16 યુદ્ધવિમાનને વિંગ કમાન્ડર અભિનંદને તોડી પાડ્યું હતું.

રિટાયર એર માર્શલ આર. સી. વાજપેયીનું કહેવું છે કે પાકિસ્તાની વાયુસેનાના વિમાનો અને ભારતીય વાયુસેનાના વિમાનો વચ્ચે ડોગ ફાઈટ થઈ હતી. જેમાં મિગ-21, સુખોઈ-30 અને મિરાજ-2000એ ભાગ લીધો હતો. તેમાં પાકિસ્તાન એફ-16 વિમાનોએ હવામાંથી હવામાં માર કરનારી AMRAAM મિસાઈલનો ઉપયોગ કરીને સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવવા ચાહે છે. તેના ટુકાડા ભારતીય સીમામાં મળ્યા છે.

રિટાયર એર માર્શલ આર. સી. વાજપેયીએ કહ્યુ છે કે વિંગ કમાન્ડર અભિનંદન જ એકલા ફાઈટર પાયલટ હતા કે જેમણે નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાની વિમાનોને ખદેડયા હતા. માટે આ દાવો થઈ રહ્યો છ કે મિગ-21 હિટ થતા પહેલા તેમણે પાકિસ્તાની વિમાનને હવામાંથી હવામાં પ્રહાર કરનારી આર-73 મિસાઈલથી તોડી પાડી હતી.

ભારતના એમઆઈ-17 હેલિકોપ્ટરને કોણે તોડી પાડયું?

ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેના વચ્ચેના 10 મિનિટના ઘર્ષણની અંદર બડગામમાં ભારતીય એમઆઈ-17 ચોપર ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં છ જવાનો શહીદ થયા હતા. આ દુર્ઘટનાને લઈને સત્તાવાર નિવેદન આવ્યું હતું કે એમઆઈ-17 રુટીન મિશન પર હતું. પરંતુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે ભારતીય હેલિકોપ્ટર કેવી રીતે પડયું હતું? આ ઘટના પર કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ આગામી દશથી પંદર દિવસની અંદર આવવાની આશા છે.

એર માર્શલ કપિલ કાકનું માનવું છે કે પાકિસ્તાને પણ એ દાવો નથી કર્યો કે એમઆઈ-17ની દુર્ઘટનાથી તેને કોઈ લેવાદેવા છે. આ દુર્ઘટના પર તપાસ થઈ રહી છે. માટે તેની રાહ જોવી જોઈએ. હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ અથવા તેના કાટમાળ પરથી જાણકારી મેળવવાની કોશિશ થશે કે તે તકનીકી ખામીને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અથવા તેની પાછળ અન્ય કોઈ કારણ હતું.

આપણે એલઓસી પાર કરી કે પાકિસ્તાની સીમા ?

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેણે પોતાના ટાર્ગેટ પર પ્રહાર કર્યો છે. પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે ભારતની વાયુસેના પાકિસ્તાની સીમામાં દાખલ થઈ અથવા નિયંત્રણ રેખા પરથી જ ટાર્ગેટને નિશાન બનાવ્યા છે.

સંરક્ષણ નિષ્ણાત સી. ઉદય ભાસ્કરનું કહેવું છે કે હુમલા બાદ ઈન્ડિયન એક્સપ્રેસમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને અહેવાલ આવ્યો હતો કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા પરથી જ ટારગેટને હિટ કર્યા હતા. તેમણે કહ્યુ છે કે ભારતીય વાયુસેનાનો એર પાવર એવો છે કે દુશ્મની સીમામાં ગયા વગર ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે.

રિટાયર એર માર્શલ આર. સી. વાજપેયીનું માનવું છે કે આ મામલામાં ભારતનું વલણ સ્પષ્ટ છે કે તેમણે પાકિસ્તાન પર હુમલો કર્યો નથી. પરંતુ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યુ છે કે ભારતીય વાયુસેના દ્વારા ઈઝરાયલ નિર્મિત અવાક્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા પાકિસ્તાનના રડારને જામ કરી શકાયા હતા. જો આપણે નિયંત્રણ રેખાની આ પારથી જ હુમલો કરવો હોત, તો તે કોઈ અન્ય મિસાઈલથી કરી શકાતો હતો. વાજપેયીએ કહ્યુ છે કે બાલકોટનો વિસ્તાર પર્વતીય છે અને તેથી આવા ચોક્સાઈપૂર્વકના ટાર્ગેટને નિશાન બનાવવા માટે તેને સ્પષ્ટતાપૂર્વક લોકેટ કરવા જરૂરી છે.

એર સ્ટ્રાઈક બાદ રાજકીય રંગ

પુલવામા એટેક બાદ વિપક્ષ સરકાર સાથે ઉભું હોવાનો દાવો કરી રહ્યું હતું. હવે તેઓ સરકારને સવાલો કરી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાત સી. ઉદય ભાસ્કરનું માનવું છે કે લોકશાહીમાં ચાહે જનતા હોય અથવા વિપક્ષી દળ તેમના સવાલને રાષ્ટ્રવિરોધી ગણીને નકારી શકાય નહીં. દ્વિતિય વિશ્વયુદ્ધમાં ઈંગ્લેન્ડની સરકારને સવાલ પુછવામાં આવ્યા હતા. કારગીલ યુદ્ધ બાદ વાજપેયી સરકારને પણ સવાલ કરવામાં આવ્યા હતા.

ઉદય ભાસ્કરનું માનવું છે કે જો માહિતી આટલી જ ગુપ્ત છે, તો સરકાર વિપક્ષી દળોની શંકાનું સમાધાન કરી શકે છે. ગુપ્તતાની શપથ સૌએ લીધેલી છે. ઈન્ડિયાટુડે-આજતકના ન્યૂઝ ડાયરેક્ટર રાહુલ કંવલ દ્વારા કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલને પુછવામાં આવેલા સવાલ અને તેના જવાબમાં પિયૂષ ગોયલના વ્યવહારની ટીકા કરતા સી. ઉદય ભાસ્કરે કહ્યુ હતુ કે ગોયલ સરળતાથી એમ કહીને બચી શકતા હતા કે તેઓ આ સવાલનો જવાબ આપવાની ક્ષમતા ધરાવતા નથી. પરંતુ પુછવામાં આવેલા સવાલને સીધેસીધો સેના પર સવાલ ગણાવવો યોગ્ય નથી.

LEAVE YOUR COMMENT