1. Home
  2. revoinews
  3. રક્ષામંત્રી રાજનાથ સિંહએ દેહરાદુન IMA ખાતે બે ટનલનો શિલાન્યાસ કર્યો
રક્ષામંત્રી રાજનાથ સિંહએ દેહરાદુન IMA ખાતે બે ટનલનો શિલાન્યાસ કર્યો

રક્ષામંત્રી રાજનાથ સિંહએ દેહરાદુન IMA ખાતે બે ટનલનો શિલાન્યાસ કર્યો

0
  • રક્ષામંત્રીએ દેહરાદુન આઈએમએ ખાતે બે ટનલનો શિલાન્યાસ કર્યો
  • દેહરાદૂનમાં બનાનાર બે ટનલનો વર્ચુઅલ શિલાન્યાસ

રક્ષામંત્રી રાજનાથસિંહે આજે આઈએમએ દેહરાદૂનમાં બનાનાર બે ટનલનો વર્ચુઅલ શિલાન્યાસ કર્યો હતો. આઇએમએ ખાતે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીડીએસ બિપિન રાવત પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આઇએમએમાં બે ટનલના નિર્માણ માટે કેન્દ્ર સરકાર તરફથી 45 કરોડ રુપિયા ની મંજૂરી મળી ચૂકી છે.

આઇએમએ ખાતે બે ટનલ બનાવવામાં આવશે. એક ટનલ જવા માટે અને બીજી ટનલ આવવા માટે બનાવાવમાં આવશે.આઈએણએમાં સુરક્ષાને લઈને પરેડ દરમિયાન રાજ્ય સરકાર અને સૈન્ય પણ ચિંતા રહેતી હતી.

આ કારણો સર રક્ષામંત્રીને બે ટનલો બનાવવા માટેની  વિનંતી કરવામાં આવી હતી, જેમાં તેમણે તેમની સંમતિ દર્શાવી છે. તેમણે આ માટે મંત્રી રાજનાથ સિંહનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ટનલના નિર્માણથી પરેડ દરમિયાન લોકોની અવરજવરની સમસ્યાઓ નહી રહે. આ ટનલ માટે લાંબા સમયથી સૈના તથા લોકો દ્વારા માંગણી કરાઈ હતી.

સાહીન-

LEAVE YOUR COMMENT