- દિલ્હીના સીએમ એ કરી જાહેરાત
- ઉત્તર પ્રદેશથી લડશે આવનારી ચૂંટણી
- વર્ષ 2022મા વિધાનસાભાની ચૂંટણી યોજાનાર છે
દિલ્હીઃ– આવનારા વર્ષ 2022મા વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, તો સમગ્ર દેશમાં અનેક પાર્ટીઓ તરફથી ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરપ કરી દેવાઈ છે, ત્યારે હવે દિલ્હીના મખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ અંગે એક જાહેરાત કરી છે.
દિલ્હીના સીએમ કેજરીવાલ એ ઘોષણા કરી છે કે, તેઓ આવનારા વર્ષ 2022ની ચૂંટણી એવી ઉત્તર પ્રદેશછી લડશે અને તેમણે વિશ્વાસ જતાવ્યો છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને લડીશું પણ અને જીતીને બતાવીશું.
સીમ કેજરીવાલે એક પ્રેસકોન્ફોરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં જે રીતે અનેક સુવિધાઓ મળી રહી છે તે ઉત્તર પ્રદેશમાં કેમ ન મળે, અમે હવે ઉત્તર પ્રદેશમાં અનેક સુવિધાઓ પ્રાપ્ત કરાવીશું, આરતરાષ્ટ્રીય સ્તરે અનેક સગવડો અમે આપીશું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના લોકો કહી રહ્યા છે કે જે રીતે દિલ્હીમાં લોકોને સુવિધાઓ અને સગવડો મળી રહી છે તેવી અમને પણ મળવી જોઈએ, સીએમ કેજરીવાલએ કહ્યું કે અમે ત્યાથી ચૂંટણી લડીશું અને જીત પણ મેળવીશું.
સીએમ કેજરીવાલે ઉત્તર પ્રદેશની સરકાર પર નિશાન સાધ્યુ હતું તેમણ કહ્યું હતું કે, હમણા સુધી ઉત્તર પ્રદેશમાં માત્ર ગંદી રાજનીતિ લોકોએ જોઈએ પરંતુ અમારા તરફથી સ્વચ્છ વહીવટ દાખલ કરીશું, દરેક વિસ્તારોમાં હોસ્પિટલ, પીવાનાન પાણીની પુરતી વ્યવસ્થા તે પણ વિના મૂલ્યે, અને મફ્તમાં વીજળી જેવી અનેક સુવિધાઓથી ઉત્તર પ્રદેશને સજ્જ કરીશું.તેમણે ઉત્તર પ્રદેશની દશાને દુર્દશા ગણાવી હતી.
સાહિન-