1. Home
  2. Political
  3. દિલ્હીમાં કોણ પહેરશે સત્તાનો તાજ-આપ 46 તો બીજેપી 6 બેઠકો પર આગળ- રુઝાનમાં કેજરીવાલ ફરીવાર
દિલ્હીમાં કોણ પહેરશે સત્તાનો તાજ-આપ 46 તો બીજેપી 6 બેઠકો પર આગળ- રુઝાનમાં કેજરીવાલ ફરીવાર

દિલ્હીમાં કોણ પહેરશે સત્તાનો તાજ-આપ 46 તો બીજેપી 6 બેઠકો પર આગળ- રુઝાનમાં કેજરીવાલ ફરીવાર

0

દિલ્હીની 70 વિધાનસભાની સીટો માટે વિતેલી 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું,જેમા 62 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું.તે સાથે જ ચૂંટણી પંચ દ્રારા મતદાનના આંકડાઓ 24 કલાક પછી રજુ કરાતા આમ આદમી પાર્ટી તરફથી અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.તે સાથે જ ઈવીએમ સુરક્ષા અંગેની વાત પણ આપ દ્રારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિઘાનસભાની ચૂંટણીના પરિણામો પર સૌ કોઈ મીટ માંડીને બેસ્યુ છે ,તો બીજી તરફ દરેક પાર્ટી પોતપોતાની જીતનો દાવો પણ કરી રહી હતી ત્યારે અત્યાર સુઘીના રુઝાનમાં આમ આદમી પાર્ટી લીડ કરતી જોવા મળી રહી છે.,તે સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યાલયોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,ચારે તરફ કેજરીવાલની વાહવાહી થઈ રહી છે.

  • ભારતીય જનતા પાર્ટી- 7 સીટ
  • આમ આદમી પાર્ટી- 63

ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને છેલ્લા 22 વર્ષ જેટલા સમયગાળાથી ન તો ભાજપ  અને છેલ્લા 7 વર્ષથી ન તો કોંગ્રેસ સત્તામાં આવી છે.જેના કારણે આજનું આ પરિણામ દેશની જનતાની આતુરતાનું કારણ બન્યું છે.

બીજી તરફ મોદી સરકાર દ્રારા અથાગ પ્રયત્નો દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવ્યા હતા,અનેક કાર્યકર્તાઓ દ્રારા પુર જોશમાં ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ રુઝાન જોતા કહી શકાય કે બીજેપીની તૈયારીઓમાં કંઈક ખૂટયુ છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT