1. Home
  2. Regional
  3. ગુજરાતમાં પણ લવજેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી
ગુજરાતમાં પણ લવજેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી

ગુજરાતમાં પણ લવજેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી

0

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લેવજાહેદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી છે. ભાજપના જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ લવજેહાદના બનાવો અટકાવવા માટે કાયદો બનાવાની માંગણી કરી છે.

ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં લેવજાહેદના બનાવો અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં બિહાર સહિતના રાજ્યોમાં પણ આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં પણ લવ જેહાદના બનાવો વધી રહ્યાં છે. જેથી આ અંગે રાજ્ય સરકારે કાયદો બનાવવો જોઈએ. તેમજ આ અંગે મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત પણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT