1. Home
  2. Regional
  3. અમદાવાદમાં સ્કૂલ પરિસરમાં હવે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકને પ્રવેશ નહીં મળે
અમદાવાદમાં સ્કૂલ પરિસરમાં હવે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકને પ્રવેશ નહીં મળે

અમદાવાદમાં સ્કૂલ પરિસરમાં હવે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચાલકને પ્રવેશ નહીં મળે

0

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાને લઈને ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની શાળાના પરિસરમાં ટુ-વ્હીલર લઈને આવતા વાલી અને સ્કૂલ કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે. તેમજ સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો સ્કૂલને જવાબદાર ઠરાવીને દંડ પણ વસુલવામાં આવશે. એટલું જ નહીં સ્કૂલમાં હેલ્મેટ વિના પ્રવેશ નહીં તેવા બેનર્સ લગાવવા પણ તાકીદ કરવામાં આવી છે.

ફરજીયાત પણે હેલમેટ પહેરવા અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર દ્વારા દરેક સ્કૂલોને પરિપત્રથી તાકીદી કરી છે. માત્ર તાકીદી જ નહી પરંતુ હેલમેટનો ચૂસ્ત અમલ થાય તેના માટે દંડનિય જોગવાઈ પણ કરવામાં આવી છે. જેથી હવે કોઈપણ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરવો હશે તો ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. બીજી તરફ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, જો કોઈ સંસ્થામાં નિયમોનું ઉલ્લંઘન થતુ હશે તો પ્રતિ દિવસે રૂ.૫૦૦ લેખે દંડ પણ ફટકારવામાં આવશે. આ અંગે ડીઈઓ કચેરીના અધિકારીઓ દ્વારા ઓચિંતી રેડ પણ પાડવામાં આવશે.

ડીઈઓના પરિપત્ર અનુસાર, રોડ સેફ્ટી કમિટીને ગુજરાત રોજ સેફટી ઓથોરીટી એક્ટમાં જણાવ્યાં મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. જેથી નિયમનો ભંગ કરવા બદલ જે તે શૈક્ષણિક સંકુલને પ્રતિ દિવસ રૂ. ૫૦૦ તેમજ વધુમાં વધુ રૂ.૨૫ હજારની મર્યાદાથી વધે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વાલી અને કર્મચારીઓ ટુ-વ્હીલર પર હેલ્મેટે વિના સ્કુલ સંકુલમાં પ્રવેશ નહીં તે માટે ‘નો હેલ્મેટ, નો એન્ટ્રી’ના બેનર્સ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT