in ,

‘ડેપ્યુટી સીએમ પાસે કોઈ ખાસ અઘિકાર હોતા નથી’ – શરદ પવાર

  • શરદ પવારનું નિવેદન
  • નાયબ મુખ્યમંત્રી પાસે કોઈ ખાસ અઘિકાર નથી હોતા
  • ગઠબંઘન સરકારમાં એનસીપીને ડિપ્ટી સીએમનું પદ મળ્યું છે
  • કોંગ્રેસ પાર્ટીના ભાગમાં સ્પીકરનું પદ

મહારાષ્ટ્રમાં રાજકિય બાબતે થયેલા સતત ડ્રામા બાદ ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ આવ્યું, શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીના ગઠબંઘનથી આ સરકાર અસ્તિત્વમાં આવી .જો કે દરેક પાર્ટીની સહમતિથી આ ગઠબંઘનની સરકારમાં પાર્ટીને અલગ-અલગ પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ હવે આ ભાગીદારી થયા બાદ અનેક બયાનબાજી થવા લાગી છે,આ ત્રણેય પાર્ટીને સાથે લાવવા માટે સોથી મહત્વવી ભુમિકા ભજવનારા એનસીપીના અઘ્યક્ષ શરદ પવારે મંત્રાલયોના ભાગલા બાબતે એક બયાન આપ્યું છે,આ બયાન આપીને મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમણે એક મોટો ટ્વિસ્ટ આપ્યો છે.એક મીડિયા સાથેની વાતચીતમાં શરદ પવારે કહ્યું કે, “એનસીપી પાસે ડિપ્ટી સીએમ છે જેના પાસે કોઈ અઘિકાર હોતા નથી”.

શરદ પવારનું આ નિવેદન ખુબજ મહત્નવું સાબિત થઈ શકે છે,કારણ એ છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી પાર્ટીને સત્તામાંથી દુર રાખવા માટે કોંગ્રેસ અને એનસીપીએ મળીને શિવસેનાને સમર્થન આપ્યું,આ ત્રણેય પાર્ટીએ મળીને એક મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે,પરંતુ મંત્રાલયની ભાગીદારી હજી સુઘી થઈ શકી નથી,જો કે ઉદ્ધવ ઠાકરેએ તો મુખ્યમંત્રી પદના શપથ ક્યારના લઈ લીઘા છે  તે સાથે જ તેમની ત્રણેય પાર્ટીઓના બે-બે મંત્રીઓએ શપથ લીઘા હતા.

જો કે ગઠબંઘન હેઠળ એનસીપીને ડિપ્ટી સીએમનું પદ આપવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુઘી  આ પદ પર કોઈની નિમણૂક થઈ નથી,તે સાથે જ ઉદ્ધવ સરકારનો કેબિનેટ વિસ્તાર પણ નથી બની શક્યો.મંત્રાલયોને લઈને છેલ્લી સહમતિ નથી દર્શાવામાં આવી.એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ બાબતે શરદ પવારને પુછવામાં આવ્યું તો તેમણે સીઘે-સીઘી આ બાબત કોંગ્રેસ અને શિવસેના પર ઢોળી દીઘી.

શરદ પવારે આ  વિશે વાત કરતા કહ્યું કે, “મંત્રાલયને લઈને તેમની પાર્ટી એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ ઝઘડો નથી, પવારે કહ્યું કે,એનસીપી પાસે શિવસેનાથી બે સીટો ઓછી છે,જ્યારે કોંગેસથી 10 સીટો વઘારે છે,તેમણે વઘુમાં કહ્યું કે, જો શિવસેના પાસે મુખ્યમંત્રી પદ છે તો કોંગ્રેસ પાર્ટી પાસે સ્પીકરનું પદ છે,પરંતુ મારી પાર્ટીને શું મળ્યું?, નાયબ સીએમ પાસે કોઈ જ અઘિકાર હોતા નથી.

ત્યારે હવે શરદ પવારનું આ નિવેદન રોટેશનલ સીએમની ચર્ચાને પણ વેગ આપી શકે છે,આ ત્રણેય દળોની અનુમતિ પછી મહા વિકાસ અઘાડીની સંયુક્ત સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી એવી ચર્ચા એ પણ વેગ પકડ્યો હતો કે, એનસીપી અઢી-અઢી વર્ષના સમયગાળાનો સીએમ ઈચ્છે છે.આ બાબતે શરદ પવારે જ જાહેરમાં કહ્યું હતું કે.શિવસેના અને એનસીપી વચ્ચે અઢી-અઢી વર્ષના સમયગાળાના સીએમની વાત થઈ છે.જો કે સરકાર જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે શિવસેનાએ સાફ વાત જોહેર કરી હતી કે મુખ્યમંત્રી પાંચ વર્ષ પુરા શિવસેનાની પાર્ટીનો જ રહેશે.ત્યારે હવે શરદ પવારે એનસીપીના ભાગે આવેલ ડિપ્ટી સીએમના પદને નબળું ગણાવ્યું છે.ત્યારે હવે જોવું રહ્યું કે શું એનસીપી પોતાની પાર્ટીમાંથી ડિપ્ટી સીએમ બનાવશે કે પછી હજુ પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક વશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જમ્મૂ કાશ્મીર: હિમસ્ખલનની બે ઘટનાઓમાં 4 જવાન શહીદ, બચાવ કામગીરી દરમિયાન શવ મળ્યા

મોદી કેબિનેટે નાગરિકતા સંશોધન બિલ સહિત આ 6 બિલને આપી મંજૂરી