in ,

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમનો કોંગ્રેસના પરેશ ધાનાણીએ કર્યો વિરોધ

  • હર હર મેમો ઘેર ઘેર મેમોનું સૂત્ર પણ આપ્યું
  • સોશિયલ મીડિયા ઉપર કર્યા કટાક્ષ
  • સાર્વજનિક વાહન વ્યવહારનો વ્યાપ વધારવા માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં આજથી નવા ટ્રાફિક નિયમનો અમલ શરૂ થયો છે. બીજી તરફ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ઝડપી લઈને તેમની પાસેથી આકરો દંડ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિયમનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ નિયમના વિરોધમાં સોશિયલ મીડિયામાં કેટલાક કટાક્ષ કર્યાં છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરતા પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પેજ પર કેટલાક કટાક્ષ કરતા સૂત્રો તેમજ કેટલાક સૂચનો કર્યા છે. પરેશ ધાનાણીએ ટ્રાફિક મેમોને લઈને હર હર મેમો ઘેર ઘેર મેમોનું સૂત્ર પણ આપ્યું છે. તેમજ ગાડુ હાકતા હોય તેવી તસવીરો પણ પોસ્ટ કરીને તેને તમામ મોકાણથી છૂટકારો મેળવવાનો ઉપાય ગણાવ્યો છે. પ્રદુષણ મુક્ત ભારતનો સંકલ્પ’ના બેનર સાથે પરેશ ધાનાણીએ લખ્યું છે કે, “ભારત સરકારે કાયમી કાર્બન ઓકતી “વિદેશી મોટર કાર”ને બદલે હવે “દેશી બળદ ગાડા”થી “પ્રદુષણ મુક્ત” પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે જ, ભારતીય વાહન ચાલકોને આકરા દંડથી ડરાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે?”

પરેશ ધાનાણીએ વધુમાં લખ્યું છે કે, ” રાજકીય કાર્યક્રમોમાં સરકારી વાહનોનો દૂરુપયોગ રોકવા તથા એસ.ટી.બસ અને રેલવે સહિત સાર્વજનિક વાહન વ્યવહારનો વ્યાપ અને વ્યવસ્થામાં સુધારો વધારો કરવા ત્વરીત યોગ્ય પગલાં ભરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મદરસામાંથી ફરાર થવાની કોશિશ કરી તો સગીરોને સાંકળથી કર્યા કેદ! બેન્ચ સહીત ભાગી ગયા બાળકો

જમિયત ઉલેમા-એ-હિંદના 66 મૌલાનાઓની ટીમ સાથે પંચમઢીમાં સ્કાઉટ ટ્રેનિંગ લઈ રહ્યા છે મહમૂદ મદની