1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાથી સાજા થતાં દર્દીઓને આ બીમારીનું જોખમ વધુ
કોરોનાથી સાજા થતાં દર્દીઓને આ બીમારીનું જોખમ વધુ

કોરોનાથી સાજા થતાં દર્દીઓને આ બીમારીનું જોખમ વધુ

0
  • ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 3 લાખને પાર
  • કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં ડાયાબિટીઝની સમસ્યા હોઈ શકે છે – સંશોધન
  • 3 કરોડ લોકો ડાયાબિટીઝની સમસ્યાથી પરેશાન

કોરોના વાયરસનું જોખમ સમય જતાં વધી રહ્યું છે. સતત વધતા જતા કેસોની ચિંતા થવીએ સ્વાભાવિક છે. ભારતમાં કોરોના વાયરસના કેસો 3 લાખને પાર થઈ ચૂક્યા છે. રાહતના સમાચાર એ છે કે કોરોનાથી મરનારની સંખ્યા વધુ નથી. કોરોનાથી સાજા થતાં લોકોની સંખ્યા નોંધપાત્ર છે, જે મોટી રાહત આપે છે. પરંતુ હાલમાં સંશોધન દાવો કરે છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં ડાયાબિટીઝની સમસ્યા હોઈ શકે છે.

આ સંશોધન મુજબ ડાયાબિટીઝ અને કોવિડ -19 વચ્ચે એક ઊંડું કનેક્શન જોવા મળ્યું છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ડાયાબિટીઝના દર્દીઓમાં કોરોનાના ઇન્ફેક્શનની સંભાવના વધુ છે, પરંતુ હવે આ સંશોધનથી એ વાત સામે આવી છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં ડાયાબિટીઝની સમસ્યા થઈ શકે છે.

આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં ડાયાબિટીઝનું લક્ષણ જોવા મળ્યું છે, આ લક્ષણ તે દર્દીઓમાં પણ જોવા મળ્યા છે જે બ્લડ સુગર કોરોના વાયરસથી સંક્રમિત થયા પહેલા સામાન્ય હતી.

કોરોના વાયરસના સંક્રમણને કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થવા લાગે છે. કોરોના વાયરસ શરીરમાં ગ્લુકોઝને ઊર્જામાં ફેરવવાની ક્ષમતાને નબળી કરી દે છે, જેમના કારણે ડાયાબિટીઝનું જોખમ રહે છે.

એક રિપોર્ટ મુજબ, ભારતમાં કોરોનાથી મરનારમાં 56 ટકા લોકો ડાયાબિટીઝના શિકાર હતા, જેમાં 3 કરોડ લોકો ડાયાબિટીઝની સમસ્યાથી પરેશાન છે. ત્યારે ડાયાબિટીઝના દર્દીઓએ કોરોનાવાયરસથી બચવા માટે વધુ કાળજી લેવી જોઈએ અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવું. ઘરમાં સાફ – સફાઈનું વિશેષ ધ્યાન રાખો અને તમારા હાથને નિયમિત અંતરાલમાં સાબુ અને પાણીથી ધોઈ લો.

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઘરની બહાર જવું હોય તો માસ્ક પહેરવાનું ભૂલશો નહીં અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરો. આવા સમયમાં બહારનું ખાવાનું પણ ટાળવું જોઈએ.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.