1. Home
  2. ગુજરાતી
  3. ‘દીદ્દા- ઘ વોરિયર ક્વિન ઓફ કાશ્મીર’- કાશ્મીરની વિસરાયેલ રાણીની વિરતાને જીવંત કરવાનો પ્રયાસ
‘દીદ્દા- ઘ વોરિયર ક્વિન ઓફ  કાશ્મીર’- કાશ્મીરની વિસરાયેલ  રાણીની વિરતાને જીવંત કરવાનો પ્રયાસ

‘દીદ્દા- ઘ વોરિયર ક્વિન ઓફ કાશ્મીર’- કાશ્મીરની વિસરાયેલ રાણીની વિરતાને જીવંત કરવાનો પ્રયાસ

0

સાહીન મુલતાની-

કાશ્મીરની એક મહિલા વીરયૌદ્ધા દીદ્દા રાણીની બહાદુરતા અને વિરતાની વાત દર્શાવતું પુસ્તક ‘દીદ્દા- ઘ વોરિયર ક્વિન ઓફ કાશ્મીર’ લેખક આશિષ કૌલ દ્રારા લખવામાં આવ્યું છે,આ પુસ્તકનું અનાવરણ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનએ કર્યું છે,ખુબ વ્યસ્ત સમયમાંથી અમિતજીએ આ પુસ્તકના વિમોચન માટે સમય ફાળવતા કોલએ આ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવું તે અદભૂત ગણાવ્યું છે.

,દીદ્દા – કાશ્મીરની યોદ્ધા અને ભારત દેશની મહાન પુત્રી જેણે અવિભાજ્ય ભારત દેશની સેવામાં 44 વર્ષ વિતાવ્યા હતા. ઈતિહાસ દર્શાવે છે કે ભૂતકાળમાં સ્ત્રીઓ સાથે અમાનવીય વર્તન થયું છે અને તેમની ક્ષમતાને પારખવામાં આવી નથી. દીદ્દાના નામને ઈતિહાસમાંથી અનદેખુ કરવામાં આવ્યું છે,કારણકે પુરુષાર્થ તેમની ગણના કરી શકે તેમ નથી.પુસ્તકના લેખકએ કહ્યું કે, “અમીતજીની મદદથી હુ એ સ્તરે પહોંચ્યો કે, કાશ્મીરની ભુલાઈ ગયેલી વીર યોદ્ધાની વાતને પ્રકાશીત કરી શકુ છુ” લેખકએ તેમના પુસ્તક ‘દીદ્દા- ઘ વોરિયર ક્વિન ઓફ કાશ્મીર’માં દીદ્દા રાણીની વિરતા અને બહાદુરીનો ઉલ્લેખ અને એક વિસરાયેલા પાત્રને લોકો સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે.

દિદ્દા રાણી એક બહાદુર સ્ત્રીની સાથે-સાથે અનેક પડકારોને પોતાની આગવી ક્ષમતાથી ઝીલનારા અને તેને પાર પાડનારી સ્ત્રી હતા,આજે તેઓ અનેક સ્ત્રીઓ માટે પ્રેરણા દાયક સાબિત થાય છે.મઘ્યકાલીન યુગમાં સોથી વઘુ સાશન કરનારા રાણી હતા,માતા-પિતાએ તેમનો ત્યાગ કર્યો હતો,ખુબ જ સુંદર રાજકુમારી હતા,જન્મથી જ મૃત્યને તેમણે પરાજીત કર્યું હતું,તે ઉપરાંત સતીમાંથી પણ તેઓ ઉગરી આવ્યા હતા.વિશ્વનું પ્રથમ લશ્કરી દળ અને ગુરીલા નામની યુદ્ધ માટેની વ્યુહાત્મક રચના કરનારી તેો પ્રથમ મહિલા હતા.પોતે વિકલાંગ હોવા છંત્તા પણ તેઓ અનેક પડકારો સામે ઝજુમવા તૈયાર રહેતા,આ તેમની ખાસીયત તેમને સાઘારણ સ્ત્રીથી અલગ તારવે છે.

દીદ્દાના જન્મને પરિવાર દ્રારા અપશુકન માનવામાં આવ્યો હતો પરંતુ આગળ જતા આજ મહિલા અત્યારનું છે શ્રીનગર અને પહેલાનું શ્રીનગરમ્ ના તારણહાર બન્યા, જેમણે શ્રીનગરને જાળવી રાખ્યુ ,10મી સદીમાં મહિલા તરીકે સત્તારુઢ થનારી વિર મહિલાની આ વાર્તા છે.

કાશ્મીરની યોદ્ધા રાણી દિદ્દા લોહારાના સિમ્હારાજાની પુત્રી અને કાબુલના ભીમદેવ શાહીના પૌત્રી હતા,તેઓ લોહારામાં દીદ્દાની વારંવાર મુલાકાત લેતા હતા,પશ્મિ પંજાબ અને કાશ્મીર વચ્ચેના વ્યાપારીક રસ્તા વચ્ચે અને પીર પાંજાલ નામની પવર્ત માળા વચ્ચે લોહારા સ્થિત છે. દીદ્દા અપંગ હોવાને કારણે તેના માતા-પિતા દ્વારા તરછોડવામાં આવ્યા હતા,ઉદયરાજાનો જન્મ નહોતો થયો ત્યા સુઘી વિગ્રહ રાજા કે, જે તેમના પિતરાઈ ભાઈ હતા,જે લોહારાના સાશક હતા.ત્યાર બાદ તેમણે કાશ્મીરના રાજા શેમગુપ્તા સાથે લગ્ન કર્યા,અને તેના પતિના સાશન સાથે લોહારાના રાજ્યનું વિલિનિકરણ કર્યુ.

દીદ્દા રાણી જ્યારે તેના લગ્ન નહોતા ત્યારથી જ રાજ્યનો વહીવટ કુશળતાથી સંભાળતા હતા,રાણી હોશિયાર હતા સાથે સાથે તેમનામાં અનેક કાર્ય કરવાની આગવી ક્ષમતા હતી,10મી સદીના જે સિક્કાઓ મળી આવ્યા હતા તેમાં પણ તેમનું અને તેના પતિનું નામ જોવા મળ્યું હતું.

વર્ષ 958માં તેમના પતિ શેમ ગુપ્તાનું બિમારી બાદ મૃત્યુ થાય છે, ત્યાર બાદ દીદ્દા રાણીના પુત્ર અભિમન્યુ 2ને રાજગાદીએ બેસાડવામાં આવે છે,રાજગાદી પર બેસનાર અભિમન્યુ ત્યારે નાનો બાળક હતો જેથી દીદ્દા રાણી દરેક વહીવટમાં આગળ રહેતા અને સમગ્ર રાજપાટનો કાર્યભાળ સંભાળતા તથા રાજ્યના તમામ નિર્ણયો લેવાની સત્તા ઘરાવતા હતા,તે સમયની મહિલાઓમાં  જેમાં ખાસ કરીને કાશ્મીરની મહિલાઓને ઉચ્ચ સમ્માન અને માન આપવામાં આવતું.

હવે દીદ્દા રાણી સત્તાને સંભાળતા ત્યારે તેમના સામે એક મોટો પડકાર તૈયાર હતો,તેમણે હવે પ્રથમ કાર્ય એ કરવાનું હતું કે રાજ્યના અજ્ઞાની મંત્રીઓને સાશન પરથી બરખાસ્ત કરવા,આ કાર્ય કર્યા બાદ રાણી તે તમામ મંત્રીઓને રાજ્યમાંથી છુટા કરી દે છે,જેના કારણે મંત્રીઓમાં દ્રેષ અને ઈર્ષા જાગતા તેઓ રાણી દીદ્દા સામે બળવો કરે છે,દીદ્દા રાણીની લડત હવે મંત્રીઓ સાથે હતી.

આ સમગ્ર ઘટના બાદ ત્યાની સ્થિતિ ખુબજ કથળેલી જોવા મળે છે,જેથી રાણીના હાથમાંથી  સ્થિતિ બેકાબુ બનતી જતી હતી,પરંતુ તેમ છંત્તા અનેક સહયોગીના સાથ-સહકારથી બળવાખોરોની ઘરપકડ કરાવી તેના પરિવાર જનોની પણ ઘરપકડ કરાવે છે,અને ફરી એકવાર પોતાની ક્ષમતા પર સાચા સાબિત થઈ થઈને સ્ત્રીની વિરતાની ઝાંખી કરાવે છે.

 વર્ષ 972મા પુત્ર અભિમન્યુ મોતને ભેટે છે, બાદમાં અભિન્યુના પદે તેનો બીજો પુત્ર નંદી ગુપ્તા સત્તા પર બિરાજમાન થાય છે,નંદી ગુપ્તા પણ આ સમયે બાળક હતો, આ સમયે દામરા અહીના જાગીર લોકો કહેવાતા,જે લોકોમાં ખુબ જ અશાંતિ ફેલાઈ હતી,તેનું કારણ એ હતું કે,દીદ્દા રાણીનો આ પુત્ર પણ રાજપાટના કારોબારથી અજાણ હતો,જેના કારણે લોહારાના આખા વંશમાં પણ ખુબ મોટી સમસ્યાઓનું સર્જન થયું.લોહારા વંશને જાળવનાર એક માત્ર દીદ્દા રાણી જ હતા,વર્ષ 973માં દીદ્દા પોતે જ પોતાના પુત્રને રાજપાઠ પરથી હટાવી દે છે,અને ત્રીજા પુત્ર ભીમ ગુપ્તાને રાજગાદી સોંપે છે

આ તમામ સમયમાં દીદ્દા રાણીની ખરી કસોટી થાય છે.પોતાના પુત્રની દામરા લોકો દ્રારા કરવામાં આવતી વગણના અને ત્યાર બાદ ફરીથી સત્તાને જાળવીને દામરા તથા અન્ય લોકોનો વિશ્વાસ જીતવો  સૌથી મોટો પડકાર હતો,જેથી હવે તેઓ એક નિર્ણય લે છે,આ નિર્ણય મુજબ ત્રીજા પુત્રને ગાદી સોંપતા દીદ્દા ફરી રાજપાટ સંભાળી છે.

દીદ્દા એક વખત ફરી રાજગાદીએ આવીને પોતાની વિરતા અને ક્ષમતા પર ખરી ઉતરે છે,આમ દીદ્દા રાણીએ પોતાના શાસનકાળ દરમિયાન નેક પુરુષોને માત આપી છે,અનેક પુરુષસમ શક્તિને નષ્ટ કરીને તેઓ પોતે અપંગ હોવા છંત્તા ખડેપગે રહીને પતિના રાજપાટને સંભાળીને શ્રીનગરમને જાળવી રાખે છે.આજે ઈતિહાસના પાનાઓમાં દીદ્દા રાણીની વાતો નહીવત જોવા મળે છે,દીદ્દા રાણી કાશ્મીરની એ સમયની મહારાણી ગણાતા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.